Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાવલાકન થવું પડે છે. તેમાંનું ઘણું ખરું તો સૂકમાતિસૂમ વિગતે સાથે ઘડાયેલી દૈવી યોજનાને નિયતક્રમ પ્રમાણે જ આપણને આવી મળે છે. ” ( પૃ. ૨૫૬) જેવા વિધાનમાં નિયતવાદ જોવા મળે છે. ૫ “સંત બોલે છેમાં સાચા સંત કોને કહેવાય તેની વિગતે ચર્ચા કરી છે. સંત વિશ્વપ્રેમનાં દર્શન માટે લેખક જે સાહસ કર્યું તેનું વર્ણન રોમાંચક છે. સંતની જીવનઝરમર સ્વમુખે કહેવાઈ છે જેમાંની વ્યથા હૃદયસ્પર્શી છે. હિંસક પ્રાણી પ્રેમથી વશ થાય છે તે અન્ય સંતાના ઉદાહરણથી પુરવાર કર્યું છે. શેઠ નરોત્તમદાસજી અને સંત વચ્ચેના સંવાદમાંથી સાધકને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમ છે. અહીં પણ સંતની જીવનઝરમર રજુ કરવામાં લેખકની સ્મરણશક્તિ માટે આશ્ચર્ય થાય. ૬ ‘પુનર્જન્મની પ્રતીતિ 'મઃ પુનર્જન્મ અંગે સ્વાનુભવને આધારે પુરો જ કરી જીવન, મરણું અને પુનર્જન્મ અંગે યથાર્થજ્ઞાનનું મહત્ત્વ દર્શાવ્યું છે. સૂક્ષ્મ અનુભૂતિઓને વ્યક્ત કરી શકે એવું લેખકનું ભાષાપ્રભુત્વ અહીં જોઈ શકાય છે. ૭ “પતિ એ પૂર્વજન્મને 'માં પણ પૂર્વજન્મને કિસ્સો વર્ણવ્યો છે. - પતિ યાત્રાએ ન લઈ જનાં યુક્તિપૂર્વક પત્નીએ કરેલી યાત્રાનો કિસ્સો “પ્રવીણાબેનની જાત્રા 'માં છે. કિલ્લેબંધી જીવન જીવતા શેઠ કસ્તુરભાઈનું વ્યક્તિત્વ અને પ્રવીણાબેન સાથેના દામ્પત્યનું ચિત્ર સરસ ઉપસ્યાં છે. ૯ પોતાની ધાર્મિક માન્યતાને કારણે એક ભક્ત હદયની સન્નારીને હઠાગ્રહી પત અને સાસુસસરાને હાથે કેવી ભયંકર યાતનાઓ વેઠવી પડી તેનું હદયદ્રાવક વૃત્તાંત આ સહિષ્ણુતા'માં છે. 10 ખિસ્સાકાતરુની દુનિયાને પરિચય આપી એમાં પણ કેવા ખેલદિલ માણસે હોય છે તેનું નિરૂપણ “ખિસ્સાકાતરુની ખેલદિલી માં છે, જેમાં લેખકની અવલોકનશક્તિનો પરિચય થાય છે. ૧૧ 'દુષ્ટાત્માનું દુઃસાહસમાં સ્વાર્થી, અવિચારી યુવાને એક આશાસ્પદ યુવતીનું જીવન કેવી રીતે બરબાદ કરી નાખ્યું તેની વ્યથાસ્થામાં લેખકનું સમાજનિરીક્ષણ જોઈ શકાય છે. કર્મકળના નિયમનું પ્રતિપાદન કર્યું છે. લેખકની ઉપમાશક્તિને નમને–“જ્યારે વિમળાનાં માબાપને એ પહેલવહેલો મળ્યો, ત્યારે કોઈ આબરૂ વિનાને ઊગત અદાકાર જ જે પહેરવાનું પસંદ કરે તેવો રંગબેરંગી બુશકેટ પહેરીને મળ્યો હતો.” (પૃ. ૩૪૫). ૧૨ વંધ્યવૃક્ષ માં કુપુત્રનું વૃત્તાંત છે, જેમાં લેખકની વર્ણનશક્તિ બંદર પર આવી રહેલી સ્ટીમર અને પતન જોવા માટે અધીર બનેલી આશાના વર્ણનમાં જોવા મળે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124