________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-થાવલોકન
જગ્યામાં સુવાકયે છાપેલાં છે. કૃષ્ણાનંદ પબ્લિકેશન કમિટિ અને સંકલનકાર પ્રા. ડે. નવીનચન્દ્ર એન. ત્રિવેદીએ સમાજને ઉપયોગી દૃષ્ટાંતરૂપ કાર્ય કર્યું છે. હાર્દિક અભિનન્દન ! પૂ. સ્વામીજીની જીવનઝરમર પ્રારંભમાં આપી છે,
પુસ્તક પહેલું- ધીમાં ઉપદેશ'_sermons in the storms – શ્રી વસંતરાવ ગ. પાનસેએ કરેલો ભાવાનુવાદ.
૧ માનસિક સમતુલા-એક જ દિવસના અંતરે પત્ની અને દીકરાનું અવસાન થવા છતાં કાર્યક્રમ પ્રમાણે સ્વામીજી સાથે દાદાજી નાવલા જાય અને આવે ત્યારે ઘરમાં ચોરી થઈ હોય એ સંજોગોમાં અન્યત્ર રહેનાર દાદાજીનું વ્યક્તિત્વ સ્થિતપ્રજ્ઞ તરીકેની છાપ મૂકી જાય છે.
૨. ઉદ્ધાર –દાદાજી નામના વેપારીએ પંઢરપુરમાં કીંમતી ઘડીયાળ અને સોને મઢેલ ટાપવાળી પારકર પિન ચેરાઈ જતાં ચેરનારની ભાળ મેળવી ચેરી કરવાનું કારણ તેની માંદી માની સારવાર છે એમ જાણી મુંબઈમાં તેને પોતાને ત્યાં નેકર તરીકે રાખી તેને પરણાર્થે સુદ્ધાં. પોલીસને ન સોંપતાં તેને ઉદ્ધાર કર્યો. ન માનવતાવાદ અહીં જોઈ શકાય છે.
૩ માતૃહત્યા-માતૃભક્ત . માતૃપ્રેમ (કેટલાંય પાત્રોનાં નામ આ રીતે લેખકે આપેલા છે)ને હાથે અણધારી રીતે માનું અવસાન થતાં તેમને અઢાર માસની સજા થાય છે. લેખકને નિયતિવાદ અહીં વ્યક્ત થયો છે. લખે છે-આ સહાવલંબિત જીવનમાં ક્યારે, કેવી રીતે, કાને હાથે આપણે નફાનુકસાનમાં ઉતરીશું એ મહદંશે પહેલેથી નકકી થયેલું હોય છે. બુદ્ધિગમ્ય
સ્વયંસિદ્ધ કર્મ સિદ્ધાંતના આશ્રય સિવાય ડો. માતૃપ્રેમનું આવું અકલ્પનીય વર્તન સમજવી શકાય તેમ નથી. '' : પૃ. ૧૫).
૪ સાંપ્રદાયિક જડતા-દાજિલીગમાં, લેખકના યજમાન શ્રી. સેનને ત્યાં તાળું જોઈ વિષ્ણવ મંદિરમાં જતાં ત્યાં વિષ્ણુની જ મહેમાનગતિને નિયમ હોવાથી જાકારો મળે છે. ખ્રિસ્તી ધર્મગુરુએ મહેમાનગતિ કરી આગળના પ્રવાસ માટે વાહન, ઉતારાની વ્યવસ્થા કરવા ઉપરાંત વળાવવા સાત જણે આવ્યા. માત્ર કર્તવ્યપાલનના આનંદ સિવાય કંઈ ન હતું તે નોંધી લખે છે_* આપણે હિંદુઓ સાંપ્રદાયિક જડ મર્યાદાઓ ઉલ્લંઘીને મુક્તપણે સંસારમાં ભાઈચારાની ભાવના ક્યારે કેળવીશુ ?” (પૃ. ૧૭)
૫ અજગર સાથે રાતવાસ-કર્ણાટકમાં હેપીમાં આંજનેય ગુફામાં અજગર સાથે આકસ્મિક રીતે રહેવાને પ્રસંગ પડયો. લેખકના કહેવા પ્રમાણે ત્યાંથી પોતાના આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ છે. વાતાવરણ અને ભયભીત મનઃસ્થિતિનું ચિત્રણ ધ્યાનાર્હ છે. જ૫ કરવા ગુફામાં ગયેલા પણ ખોટે રસ્તે ગયેલા. લેખક તારવે છે–“સત્ય વસ્તુ અવળે માર્ગે કરવામાં આવે તે તે દાણુ દુ:ખ જન્માવે છે.” (પૃ. ૨૦ )
For Private and Personal Use Only