________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३४
દેવદત્ત જોશી
નારી સિંહણ બની----ઝાલાવાડના એક ગામમાં માતાજી તરીકે ઓળખાતી ચમત્કારી બાઈના દર્શને જતાં લેખકે જે અનુમાન કરેલું તે સાચું પડે છે. માતાજીને મળ્યા બાદ ગમે તે કોઈ અણજાણ કારણે મને એમ જ લાગવા માંડયું હતું કે દૈવી અવતાર, આવિભવો અને ચમત્કારિક શક્તિઓની ખોટી વાતે ફેલાવીને ધર્મને નામે ચરી ખાનાર લેભાગુઓને ભેગ બનતી દુર્ભાગી સ્ત્રીઓમાંની એક આ માતાજી પણ હોઈ શકે' (પૃ. ૭૫ ) માતાજીની વ્યથાસ્થા કહી દુક્કતિ દુઃખમાં જ પરિણમે છે એમ લેખકે પ્રતિપાદન કર્યું છે,
૨૨ - હળીમાં હાહાકાર 'માં સ્વામીજી સમાજની ભૂલો દર્શાવનાર ધર્મસુધારક, સમાજસુધારક તરીકે જોવા મળે છે. કોલેજિયનેએ હળીમાં એક કુરકુરિયાને નાંખી દઈ પાશવી આનંદ લૂટયો. સ્વામીજી લખે છે–“ધામિક પ્રથાઓ તથા રીતરિવાજોને નામે જ્યારે લોકો નુકશાનકારક અને તિરસ્કૃત કાર્યોમાં આનંદ માને છે ત્યારે આપણી ઉચ્ચ સંસ્કૃત પર અન્ય પંથના અને પરરાષ્ટ્રના લોકોને અભાવ જ પેદા થાય ને !” (પૃ: ૮૧).
૨૩ સાચી કૃતજ્ઞતા–અઢાર વર્ષની ઉંમરે કલકત્તાને અરવિંદકુમાર અનાથ બને છે. હુગલી નદીમાં તણાતાં દવાની દુકાનના માલિક સુનીલબાબુ તેને બચાવે છે. સુનીલજીને આર્થિક સંકડામણમાં અજ્ઞાત રીતે અરવિંદકુમાર મદદ પહોંચાડે છે. તેમના મરણ પછી પણ તેમના કુટુંબને સહાય કરે છે. કૃતજ્ઞ તરીકેનું અરવિંદકુમારનું વ્યક્તિચિત્ર દોરતાં લખ્યું છે.–“ આ હાસ્ય-શેકભરી દુનિયામાં દૂદાભનાદ વગર ઘણા મહાન આત્માઓ પધારે છે અને પોતે સક્રિય સેવા બજાવી અણુજા | દશામાં જ વિદાય લે છે. નિઃશંકપણે શ્રી અરવિંદજી એક એવા જ આત્મા હતા.” (પૃ. ૮૬ ) -
૨૪ મહિલાપુકાર--હિંદુસમાજમાં સ્ત્રીઓ પ્રત્યેના વલણની વિગતે વાત કરીને પોતાના પતિને વફાદાર રહેવા ઈચ્છતી એક ભણેલી કુલીન સ્ત્રીને શરમજનક અને આધાત લાગે એવાં સંકટને ભેગ બનાવવામાં આવ્યાની એક કરુણ કથની રજૂ કરી છે. રેલ્વે માર્ગ પર એ વીણી ખાતી સ્ત્રીની વીતકકથા લેખક તેની પાસેથી જાણે છે. લેખકની માનવતા, સ્ત્રીના જીવન સંબંધી જાણવાની ઈચ્છા વ્યક્ત કરવામાં રહેલી હિંમત વગેરે આદર ઉપજાવે છે. પતિના કુટુંબની એક વ્યક્તિની દુષ્ટ ઈરછાને તાબે ન થતાં ચારિત્ર્ય અંગે પોતાના પર આક્ષેપ થાય છે ત્યાંથી દુખની શરૂઆત થાય છે. આ વાત એ સ્ત્રી કોઈને કહેતી નથી અને દુ:ખ સહન કર્યું જ જાય છે. એ વાત જે ખુલ્લી પાડી દીધી હોત તો આ બધાં દુઃખ ન પડત એમ આપણું મનમાં હેજે વિચાર આવી જાય. સ્ત્રીની ડહાપણભરી વાત ભૂલ પુરવાર થાય છે. ઘરમાંથી તેને કાઢી મૂકવામાં આવે છે અને લતાને લેકો જોઈ રહે છે ત્યારે લેખકની ભાષા જોઈએ—“તેઓ પ્રખ્યાત કુંભકર્ણની માફક તટસ્થ રહ્યા. ફરક એટલે જ કે રામ-રાવણના યુદ્ધમાં કુંભકર્ણ લડાઈના સ્થળથી દૂર ઘોર નિદ્રામાં પડી રહ્યો હતો, જયારે આ પાડોશીઓ બધું નાટક નજદીકમાં રહીને નિહાળી રહ્યા હતા.” “ભીષ્મ જેવા મહાન વિદ્વાનોની બનેલી કૌરવસભા નિઃસહાય, નિદોષ દ્રૌપદી ઉપર ગુજારેલ જલમ મૌન સેવી જોઈ રહી હતી. આ મૂંગા ટોળાં મને એ મુંગી સભા જેવાં લાગ્યાં.” (પૃ. ૯૧) વેશ્યાગૃહમાં વેચાઈ ગયેલી ધમિકા જ્યારે ભેરામાં કેદ થાય છે ત્યારે, સાડી વડે ફાંસો ખાવાને પ્રયત્ન કરે છે. ફાંસો ખાતાં થતી વેદનાનું વર્ણન લેખકની વર્ણનશક્તિનું પરિચાયક છે,
For Private and Personal Use Only