Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 108
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ દેવદત્ત જોશી ૬ પતિયાને ઉચ્ચ ઉપદેશ લક્ષમણ ઝૂલા નજીક અક પતિયાએ સ્વામીજીને ગોળ આપતાં એમણે ના પાડી. તેણે કહ્યું, “ચેપના ભયથી આ૫ મુક્ત થયા જ નથી તે પછી આપ આધ્યાત્મિક માર્ગમાં કેવી રીતે પ્રગતિ કરશે?'' લેખક નોંધે છે –“હા, તેનું કહેવું ખરું હતું. ભય અવગતિને માર્ગ છે. શું આપણું વિવિધ દુ:ખો મુખ્યતઃ ભયગ્રંથીને લીધે નથી? '' (પૃ. ૨૨) ૭ સંશય શેતાન–એક ઉતાવળિયા પતિએ સંશયને ભેળ બનીને એક બ્રણહત્યા અને ત્રણ આત્મહત્યા નીપજાવી એવી કરુણ ધટનાના નિરૂપણ પછી લખ્યું છે-“આંખે જોયેલી બધી બાબતે હમેશાં સત્ય જ હોય છે તેમ નથી.” (પૃ. ૨૮) ૮ વિછિન્ન વેવિશાળ-“જે સમાજમાં પરઠણને લગ્નમાં અગ્રસ્થાન છે ત્યાં સમાજના ઘટકોનું ગૃહસૌખ્ય કલ્પના કે સ્વપ્ન જ બની જાય છે તે સુવિદિત હકીકત છે.” (પૃ. ૨૯ ) એવું વાસ્તવલક્ષી વિધાન કરી વિચિત્ર અને અણધાર્યો સંગામાં રસિક-રંજનને બદલે રસિકહંસા અને હરેન્દ્ર-હંસાને બદલે હરેન્દ્ર-રંજન અગાઉની નક્કી તિથિએ લગ્નગ્રંથિથી કેવી રીતે જોડાયાં તેનું ચલચિત્રમાં જોવા મળે તેવું કથાનક નિરૂપી આકસ્મિકતા જીવનમાં કેવો ભાગ ભજવે છે તે દર્શાવ્યું છે. ૯ તપોભૂમિ ગિરનાર-વીજળી અને અવાજની માફક વિચારો પણ એક ઉપાદક શક્ત છે. વિરુદ્ધ વિચારે વાતાવરણને સ્પદનેને કલંકિત કરે, શક્તહીન બનાવે અથવા વિનાશ પણ વરી શકે. “ દરેક સ્થળે પિતાનું આગવું વાતાવરણ હોય છે તે આજુબાજુનાં સ્થળે અને તેમાંથી વિમુક્ત થયેલા વિચારોના પ્રકાર ઉપર આધારિત હોય છે.” (પૃ. ૩૨ ) વગેરે વૈજ્ઞાનિક–મનેવિજ્ઞાનિક સત્યનું પ્રતિપાદન કરતી ઘટના વર્ણવી છે. ગિરનારમાં મજુર જેવા લાગતા માણસે સુંદર સ્થળ અને સુંદર શિવાલયની માહિતી આપતાં સ્વામીજી ત્યાં પહોંચ્યા. સ્વામીજી આત્મવિસ્મૃતિમાં ચોવીસ કલાક ત્યાં ગાળે છે પણ પાછળથી એ વિસ્તારમાં આવું કોઈ સ્થળ જ નથી એમ જાણવા સાથે માહિતી આપનાર મજૂર કોણ તે રહસ્ય જ રહ્યું. લેખકે નોંધ્યું છે કે “છતાં મારે એ શિવાલયની આસપાસના ભવ્ય વાતાવરણને અનુભવ મને નિઃશંકપણે મનાવે છે કે અવકાશી વાયુ અાંદોલનના અસ્તિત્વની અસાધારણ અસર આપણા ઉપર થાય છે જ.' (પૃ. ૩૫). ૧૦–આ વિદ્યાર્થીઓ-સ્વામીજીને કુવામાં ડૂબકા ખવડાવતા વિદ્યાર્થીઓની ઉદ્ધતાઈ અને પશ્ચાતાપની ઘટનાનું નિરૂપણું નવી પેઢીના બહુચર્ચિત અંશને પ્રગટ કરે છે. ૧૧ સુત્રતાને વિજયલાંચરુશ્વતર પતિને સન્માર્ગે વાળવા પત્ની તે અગવડ વેઠી પતિને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. “ આવી ઘણી બધી સુત્રતાઓની દેશને જરૂર છે.” એમ નેધે છે. (પૃ. ૪૩ ) ૧૨ આપણાં દૂલક્ષિત દેવસ્થાને-સૌરાષ્ટ્રમાં હાલાર પ્રાંતમાં એક ગામના મંદિરમાં મકામ કરતા જોયું કે રાત્રે ત્યાં જુગારની મંડળી જામે છે. સ્વામીજીને બીવડાવવાના પ્રયત્ન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124