________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલોકન
સમદ્ધિવિચા૨ [ સમ્યગ દર્શનવિચાર ]: લેખક શ્રી પાનાચંદ ભાઈચંદ મહતા. પ્રાકૃત ગ્રન્થ પરિષદ ચળ્યાંક ૨ ૬. પ્રકાશક પ્રાકૃત ગ્રન્થ પરિષદ, અમદાવાદ-૯. પ્રથમ આવૃત્તિ ૧૯૯૩. પૃષ્ઠ ૧૬+૧૦૮, ૨૨૪૧૪ સે.મિ., કિંમત રૂ. ૩૦-૦૦.
સુન્દર ઉપયોગી પુસ્તક “ સમકિત ” એ “સમ્યક્ત્વ'નું ગુજરાતી રૂપાન્તર છે.
જ્ઞાન, ચારિત્ર્ય તથા દર્શન ત્રણે સમ્યક હેવાં જોઈએ. પરંતુ દર્શન વિનાની ક્રિયા નિષ્ફળ ગણાય. આથી દર્શનનું મહત્વ વિશેષ છે. જો દર્શન સમ્ય હોય તે જ જ્ઞાન તથા ચારિત્ર્ય સમ્યફ થઈ શકે. આથી “સમ્યક્ત્વ” કે “સમતિ” એ સંજ્ઞા “ સમ્યગ્દર્શન ને જ અપાય છે. એટલે જ જૈન તીર્થકરોની પૂર્વજન્મની કથાઓ પણ જે ભવમાં તેમને સમ્યગ - દર્શન થયું હોય તે ભવથી જ શરૂ થાય છે. અને આ કારણે જ “ સમકિત’ને મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે. આત્મદર્શન ', “ પરમાત્મદર્શન ', “બોધિ ', સ્વરૂપસાક્ષાત્કાર” અને “આત્મજ્ઞાન’એ બધી સંજ્ઞાઓ તેના જ પર્યાયે છે. “ સમકિત 'એ માત્ર મુનિ ધર્મ માટે જ નહિ, પરન્તુ ગ્રહ ધર્મ માટે પણ આવશ્યક છે.
આ રીતે માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિના એ પાચ છે. આવા મહત્ત્વના વિષય અગની જ્યાં-ત્યાં વેરવિખેર પડેલી સામગ્રીને આ નાનકડા પુસ્તકમાં એકત્ર કરી ક્રમબદ્ધ રીતે ગોઠવી આપી લેખકે બહુ ઉપયોગી કાર્ય કર્યું છે. વળી આવા કઠણ વિષયનું સરળ ભાષામાં નિરૂપણ એ પણું આ ગ્રન્થની વિશેષતા છે. જૈન શાસ્ત્રોમાંથી મૂકેલાં પુષ્કળ અવતરણે પુસ્તકની ઉપયોગિતામાં ઉમેરો કરે છે. •
પ્રથમ ત્રણ પ્રકારનું ભૂમિકારૂપ હોઈ તેમાં ‘ દર્શન ' શબ્દની સમજુતી, આગમોમાંના સમ્યક ત્વવિષયક વિવેચનની સંક્ષિપ્ત રજુઆત તથા તેના પ્રતિપક્ષી ‘મિક્ષાત્વ'નું સ્વરૂપદર્શન કરાવ્યું છે. પછીનાં છ પ્રકરણોમાં કથાનુયોગ આદિ ચારે અનુગાની સમ્યકત્વવિષયક અપેક્ષાઓ
સ્પષ્ટ કરી છે. તે પછીનાં પાંચ પ્રકરણોમાં સમક્તિના પ્રકારો, લક્ષણ, અંગ, રુચિ અને તેના ૬ બોલ સમજાવ્યા છે. છેલ્લા ૧૫મા પ્રકરણમાં શુદ્ધોપવેગ 'નું વિવેચન કર્યું છે. ચેતનાવ્યાપારને જૈન દર્શનમાં “ ઉપયોગ' કહ્યો છે. જેના વડે આત્મા દર્શન તેમજ જ્ઞાનનું પ્રવર્તન કરવા પ્રેરાય તે ચેતના વ્યાપાર તે શુદ્ધોપયોગ. દર્શને પગ અને જ્ઞાન પગ જીવનનાં વણાઈ જાય ત્યારે જ તત્ત્વસાક્ષાત્કાર થાય, અને એ જ સમ્યકત્વને અંતિમ અર્થ છે,
સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ, ૧૯૯૩ પૃ. ૨૨૯-૨૪૬,
For Private and Personal Use Only