Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 103
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાપજી ૨૨ આ સમર્થ સારસ્વતે વડોદરાની મ. સ. યુનિવર્સિટીના લે (સેનેટના સભ્ય) તરીકે ૧૯૫૮થી ૧૯૫ સુધી સતત સત્તર વર્ષ સુધી તથા સિન્ડિકેટના સભ્ય તરીકે ૧૯૬૩ થી ૬૬ તથા ૧૯૬૯ થી ૭૨ એમ છ વર્ષ સેવાઓ આપેલી. વળી ભારત સરકારની દિલ્હી સ્થિત સાહિત્ય એકડેમીના સભ્ય તરીકે પણ તેઓ દસ વર્ષ રહ્યા. ઉપરાંત યુનિવર્સિટી ગ્રાસ કમિશન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સમિતિઓ તથા જુદા જુદા પ્રદેશોની યુનિવર્સિટીઓની વિવિધ કાર્યો અંગેની કેટલીય સમિતિઓમાં સભ્ય નિમાયા હતા. તેમના શ્રેષ્ઠ ગ્રન્થોમાંના એક “પંચતંત્ર' (૧૯૪૯ ) વિષે શ્રી રા. વિ. પાઠકના ઉગારે નોંધવા જેવા છે : “હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં આટલી શાસ્ત્રીય અને વિશાળ દષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.” “ અન્વેષણા” વિષે મૂર્ધન્ય વિવેચક પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે: “તમારી પ્રત્યેક કતિ તમારે માટે આદર ઉપજાવે છે.” તેઓ “અનુસ્મૃતિ” વિષે કહે છે: “તમારી વિદ્યાસંપત્તિના તેમ જ તેમાં વ્યક્ત થતા સત્યનિષ્ઠ અને સૌમ્ય વ્યક્તિત્વદર્શનથી મારો ગુજરાતી જીવ જાડેરે થાય છે.” એ જ ગ્રન્થ વિષે ૫. સુખલાલજીને અભિપ્રાય પણ સેંધવા જેવો છે. “તમારું વાચન, વિચારસરણિ અને નિરૂપણશૈલી એ બધું વ્યાપકતાની ભૂમિકા ઉપર યોગ્ય રીતે ઘડાયું છે.' તેમનું આ લખનારના સહયોગમાં તૈયાર થયેલું “Lexicographical Studies in Jaina Sanskrit (૧૯૬૨) એના પ્રકારનું પ્રથમ પુસ્તક છે. તે તેમ જ તે બને લેખકોને 80 year 22 “Some Important Vocables from Sanskrit Commentaries on Jaina Canonical Works" (જર્નલ ઓફ ધ ઓરીએન્ટલ ઇન્સ્ટિટયૂટ, માર્ચ—જૂન ૧૯૬૬) સીમાચિહ્નરૂપ બની ગયાં છે. ઇતિહાસવિષયક સંશોધનના તેમના અગિયાર ગ્રન્થ પણ ખાસ નોંધ માગી લે તેવા છે. ' Literary Circle of Mahamātya Vastupala and Its Contribution to Sanskrit Literature' (૧૯૫૩) નું હિન્દી ભાષાન્તર બનારસ યુનિવર્સિટીના જૈન સંસ્કૃતિસંશોધક મંડળ તથા તેલુગુ ભાષાન્તર હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીની સંસ્કૃત એકેડેમીએ પ્રકાશિત કરેલ છે. “ ઉત્તરાધ્યયનસૂત્ર' તેમ જ પાંચમા કાના સંઘદાસગણિત પ્રાકૃત કથાગ્રન્થ “વસુદેવહિંડી’ના તેમના ટિપ્પણુ સાથેના અનુવાદ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે. છેવટ સુધી આ ધુળયાની નિષ્ઠા ધરાવનાર વ્યુત્પન્ન વિદ્વાન ભારતીય સંસ્કૃતિવિષયક સાધનકાર્યમાં ડુબેલા રહ્યા. સફેદ ખાદીનાં ધોતિયું, ઝભ્ભો અને ટોપી એ એમને નિત્યનો વિષ હતો. ' સાદ જીવન અને ઉચ્ચ વિચાર’ એ સિદ્ધાન્તને તેમણે બરાબર જીવનમાં ઉતાર્યો હતા. સ્વદેશપ્રેમ તેમનામાં સભર ભરેલું હતું. આ નિષ્ઠાવાન સારસ્વતના બધા ગ્રન્થ અને લેખોની સૂચિ આપી આ શ્રદ્ધાંજલિના લખાણને લંબાવવાની જરૂર નથી. તેમનાં ગુજરાતી તથા અંગ્રેજીમાં લખાયેલાં સર્વ લખાશે સત્તયત જ રહ્યાં છે. એમનાં કેટલાંક લખાના અન્ય ભાષાઓમાં અનુવાદ પણ થયેલા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124