________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२७
જયંત છે. ઠાકર
ન્યૂયોર્કના રોકફેલર ફાઉન્ડેશનના “સ્પેશિયલ ફેલો' તરીકે ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ તેમ જ પૂર્વના વિવિધ દેશોની વિદ્યાયાત્રા કરી અને એ યાત્રાના અનુભવને “ પ્રદક્ષિણ” એવા સાર્થક નામથી પ્રખ્યસ્થ કર્યા.
૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીની સુપ્રસિદ્ધ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં શબ્દાર્થશાસ્ત્ર (semantics) વિષે તેમણે પાંચ મનનીય વ્યાખ્યાને આયાં જે શબ્દ અને અર્થ' શીર્ષકથી પ્રકાશિત થયાં. ગુજરાતીમાં આ વિષયને આ પ્રાયઃ પ્રથમ જ ગ્રન્થ છે.
૧૯૭૭માં અમદાવાદના જે. જે. વિદ્યાભવનની ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં તેમણે પ્રબન્ધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ” વિષે પણ અતિ મનનીય વ્યાખ્યાને આપેલાં.
આ વિધાન સારસ્વતને તેમની સુદીર્ધ વિદ્યાકીય સેવા દરમ્યાન અનેક સન્માને સપિડ્યાં. ઉત્તમ સંશાધન-સંપાદન કાર્ય માટે અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૩માં સુપ્રસિદ્ધ રણજિતરામ સુવર્ણચંદ્રક' વડે નવાજેલા. એ જ રીતે “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને તેને સંસ્કૃત સાહિત્યમાં ફાળે” એ પ્રસિદ્ધ પુસ્તક માટે ૧૯૬૨માં સુરતની નર્મદ સાહિત્ય સભાએ “નર્મદ સુવર્ણચન્દ્રક' અર્પણ કરેલો. આ ઉપરાંત તેમનાં નિમ્નલિખિત સાત પુસ્તકોને ઉત્તમ ગુણવત્તા માટે રાજ્ય સરકારનાં પારિતોષિક પણ મળેલાં : (૧) “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત ” (૧૯૫૨ ), (૨) “શબ્દ અને અર્થ” (૧૯૫૪), (૩) “વસતુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળો” (૧૯૫૭), (૪) “ પ્રદક્ષિણા” (૧૯૫૯), (૫) “સંશોધનની કેડી' (૧૯૬૧), (૬) “ઇતિહાસ અને સાહિત્ય' (૧૯૬૬) અને (૭) “અન્વેષણ” (૧૯૬૭).
વળી સાહિત્ય-સંશોધનની વિવિધ પરિષદમાં વિભાગીય અધ્યક્ષ તથા પ્રમુખ તરીકે પણ તેઓ ચુંટાયેલા. તેમાં આ ગણાવી શકાય ?
(૧) ગુજરાતી સાહિત્ય પરિષદના નડીઆદ ખાતે ૧૯૫૫માં મળેલા ૧૯મા અધિવેશનમાં ઈતિહાસ અને પુરાતત્વ વિભાગના પ્રમુખ;
(૨) અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ (All India Oriental Conference)ના ૧૯૫૯માં ભુવનેશ્વરમાં ભરાયેલા ૨૦મા અધિવેશનમાં પાકત ભાષાઓ અને જૈનધર્મ વિભાગના પ્રમુખ;
(૩) ગુજરાત સંશાધક પરિષદના ૧૯૬૬માં વલ્લભવિદ્યાનગરમાં મળેલા પાંચમા અધિવેશનમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ;
(૪) ગુજરાતીના અધ્યાપક સંધના ૧૯૬૧માં ભરાયેલા સણોસરા અધિવેશનના પ્રમુખ;
(૫) ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ (૧૯૬૨-૬૪) અને (૬) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (૧૯૮૮-૮૯).
For Private and Personal Use Only