Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 100
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २२४ જયાત છે. ઠાકર પૂર્વ જન્મના સત્કર્મીના ફળસ્વરૂપે ત્યારથી જ તેમને માદ ક સાબૂત મળી. તેઓ તેર વર્ષના હતા ત્યારે ૧૯૩૧માં સુપ્રસિદ્ધ સશેાધક મુનિશ્રી જિનવિજયજી તેમની સિંઘી જૈન ગ્રંથમાળા માટેની સામગ્રી એકઠી કરવા પાટણ આવ્યા. ત્યારે નવમા ધારણમાં અભ્યાસ કરતા આ કિશોર તેમને મળ્યા અને સૂઝ પ્રમાણે કેટલાય પ્રશ્નો તેમને પૂછ્યા. આથી પ્રભાવિત થઈ શ્રી જિનવિજયજી ખીજે દિવસે તેમને આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી પાસે લઈ ગયા અને તેમને કહ્યું : “ તમને એક વિદ્યાર્થી ની સાંપણી કરવા આવ્યા છું . પરિણામે આ મહાન જૈન મુનિના માર્ગદર્શન દ્વારા ત્યાંના પ્રાચીન જૈન ગ્રન્થભંડારાના અવલાકન તથા ઉપયોગ માટેની પૂરી અનુકૂળતા તેમને પ્રાપ્ત થઈ. પછી તે તેમના શિક્ષક અને ઇતિહાસ-પુરાતત્ત્વ તથા ભાષાસાહિત્યના સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મેઠીનું મિલન થયું અને પ્રધાનાધ્યાપક શ્રી કલ્યાણુરાય નથ્થુભાઇ જોશીની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પછી ૧૯૩૩માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ ( All India Oriental Conference )નું અધિવેશન વડેાદરામાં પ્રાચ્યવિદ્યા મદિરના આશ્રયે મળ્યું જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ પશુ ઉપસ્થિત રહેલા. આ અધિવેશનમાં શાલેય શ્રી ભોગીભાઈએ પ્રાચ્યવિદ્યામન્દિરમાં સચવાયેલા ગણિત ઉપરના એક હસ્તલિખિતમ થ ઉપર શેાધપત્ર વાંચેલું! ૧૯૩૪માં તેઓ મેટ્રિકને અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે સંપાદિત કરેલા સ. ૧૭૦૬માં માધવકવિએ રચેલા વૃત્તબદ્ધ ગુજરાતી કાવ્યના ગ્રંથ “ રૂપસુ ંદરકથા ” મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પ્રસિદ્ધ કર્યો. આ જ પુસ્તક ૧૯૪૩માં સપાદક પોતે એમ.એ. ના અભ્યાસ કરતા હતા ત્યારે તેમને ભણવાનું આવેલું! ૧૯૩૫માં મેટ્રિક થયા પછી તેઓ ૧૯૪૧માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત લઈને પ્રથમ વર્ગોંમાં ખી.એ. થયા અને દક્ષિણુા ફેલે પણ નિમાયા; તે જ રીતે ૧૯૪૩માં તે જ વિષય સાથે એમ.એ.ની ઉપાધિ પણ પ્રથમ વર્ગમાં ઉત્તીણું થઇને મેળવી, જયારે ગુજરાતી વિષય સાથે યુનિવર્સિટીમાં પ્રથમ આવવા માટે તેમને દી.બ. કેશવલાલ ધ્રુવ સુવણું ચન્દ્રક એનાયત કરાયેા. " આ પહેલાં ૧૯૩૫-૩૭ એ એ વર્ષ તેઓએ ‘ ગુજરાત સમાચાર ” તથા “ પ્રજાબંધુ'' ના તંત્રીખાતામાં કામ કર્યું ત્યારે તેઓ “ ગુજરાત સમાચાર ”ના તંત્રીલેખા પણુ લખતા. અહીં તેમને પત્રકારત્વના સારા અનુભવ મળ્યા. પીઢ પત્રકાર-લેખક શ્રી ચુનીલાલ વમાન શાહના સ'પ' તેમને અહીં જ થયા. એમ.એ. થયા પછી પદર જ દિવસમાં તેમને અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં અનુસ્નાતક અધ્યાપકની નાકરી મળી ગઈ. ૧૯૫૧ સુધી અહીં તેમણે જૂની ગુજરાતી તથા અર્ધમાગધીના અધ્યાપક-સશાષક તરીકે કામ કર્યું, તે દરમિયાન સ“સ્કૃત વિષયમાં “Literary Circle of Mahamatya Vastupala and its Contribution to Sanskrit Literature" ઉપર અંગ્રેજીમાં મહાનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ઉપાધિ ૧૯૫૦માં મેળવી લીધી. અહીં એ નોંધવું રસપ્રદ થશે, કે આ મહાનિબંધ આશરે દઢ વર્ષ માં જ પૂરા કરી મુંબઈ યુનિવર્સિટીને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124