________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવાપાંજલિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેા. ડૉ. ભાગીલાલ જયચંદભાઈ સાંડેસરા : શ્રદ્ધાંજલિ
સુપ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી, વિવેચક, પ્રાચીન ગ્રન્થાના વિદગ્ધ સમ્પાદક—સંશોધક અને ઇતિહાસવિદ્ પ્રાધ્યાપક ડૉ. ભોગીલાલ જયચંદભાઇ સાંડેસરાનુ` અમેરિકાના ન્યૂજર્સીમાં તેમના મેાટા પુત્ર ડૉ. નિરંજન સાંડેસરાને ધેર ૭૮ વર્ષની વયે સેામવાર તા. ૧૬-૧-૧૯૯૫ની સવારે દુઃખદ અવસાન થયું છે, જેનાથી સંશાધનક્ષેત્રે મેાટી ખોટ પડી છે. તેમના બન્ને પુત્રો તથા બન્ને પુત્રીએ અમેરિકામાં સ્થિર થયાં હોઇએ વર્ષ પહેલાં જ તે તેમ જ તેમનાં પત્ની શ્રીમતી ચન્દ્રકાન્તાબેન અમેરિકામાં તેમની સાથે રહેવા ગયાં હતાં.
સ'સ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ, મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્ય તથા ઇતિહાસ અને સંસ્કૃતિના આ વ્યુત્પન્ન વિદ્વાનનો જન્મ ઈ. સ. ૧૯૧૭ના એપ્રિલની પાંચમી તારીખે ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં થયા હતા. તેમનાં માતાર્પિતા મહાલક્ષ્મીખેન તથા જયચંદભાઈ ઈશ્વરભાઈ સાંડેસરા પરમ વૈષ્ણવ હતાં. પિતાશ્રી અમદાવાદમાં રેશમના વેપારી માત્ર આઠ વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. આથી તેમનાં ફોઈબા શ્રીમતી કાશીબહેને ઘરના સઘળા વહીવટ સભાળી લીધા અને કુટુબ અમદાવાદ છેડી પાટણ આવ્યું. આથી ગુજરાતી ત્રીજા ધેારણુથી શાળાનુ` સધળું શિક્ષણ તેમણે પાટણમાં જ લીધું.
હતા.
‘સ્વાધ્યાય ’, પુ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૪૩, ૪. ૨૨૪-૨૨૯.
For Private and Personal Use Only