________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય°
છે, ઠાકર
પિતાના નિણ અને આભપ્રાય માટે તેઓ સદા પૂરતાં પ્રમાણે આપતા. લાંબાં લખાણોમાં પણ એક વાક્ય પણ નિરર્થક લખાયું ન હોય. એમનાં સંશોધનનાં ઉડાણ તથા વ્યાપ વિશાળ હતાં. એમનાં પ્રાચીન મનાં સંપાદનની પ્રસ્તાવનાઓ પણ બિલકુલ મુદ્દાસર રહેતી. હમેશ ખુશમિજાજ રહેતા આ વિચક્ષણ અને વિલક્ષણ વિદ્વાન નિર્ભીક સ્પષ્ટવક્તા હતા. એવા પણ પ્રસંગ બનેલા જયારે કોઈ જાહેર સભામાં બધા વક્તાએથી વિરોધી સૂર દૃઢતાપૂર્વક દાખલાદલીલ સાથે પૂર્વતૈયારી વિના તેમણે વ્યક્ત કરેલા. એમનાં જીવન અને કાર્ય બને સદા સરવસમૃદ્ધ રહ્યાં છે.
આ તેજસ્વી વિદ્યાપુરષના અવસાનથી ગુજરાતી સાહિત્યક્ષેત્ર અને વિશેષતઃ સંશાધનક્ષેત્રે મોટી ખોટ પડી છે; પરંતુ તેમને ક્ષર દેહ ખરી પડયો છતાં તેમને અક્ષરદેહ ચિરકાલ પર્યંત ઊગતા સંશોધકોને પ્રેરણા પાસે રહશે. જનાબદ્ધ રીતે કાર્ય કરવાની અને નિશ્ચિત સમયમર્યાદામાં કાર્ય પૂરું કરવાની તેમની ચીવટ સદ,પ્રેક-પ્રોત્સાહક બની રહેશે. આવા મહાન સરસ્વતી-ઉપાસકને શત પ્રણામ.
જયન્ત પ્રે, ઠાકર
વયમ ', ૬૯ મનીષા, જે. પી. રોડ, વડોદરા-૨૦.
For Private and Personal Use Only