Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રગટ
ગાંધીમહાકાવ્ય “મહાત્માયન *
ધમેન્દ્ર મ. માસ્તર (મહારમ)* કવિ-જન્મ અને સર્જન - જેમને કવિ નાનાલાલ “સ્વપ્નમના વિહંગરાજ; મૂર્ધન્ય સાક્ષર ડે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી “ આપણું સાહિત્યના મરજીવા...સાચા ને સારા બશ્રત કવિ, નગીનદાસ પારેખ રવીન્દ્રઘેલા ભક્તકવિ'; કવિ લલિતજી “વસંત-કોકિલના લાડીલા '; બી. “સુંદરમ' આહલાદક અણીશ નિર્મળ મુક્તકો આપનાર છે. અનંતરાય રાવળ “કાવ્યદેવીના અનવરત આરાધક ભક્ત '; યશવંત શુકલ “ઉખ્યાભિલાષી કવિ’ અને ‘ધૂમકેતુ ' “ સાહિત્યના ગી’ કહીને બિરદાવે છે તે કવિ “કુસુમાકર' એટલે સદ શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરાને જન્મ ગુજરાતના જામનગર ખાતે ઇ. સ. ૧૮૯૩ની સાલમાં થયેલ હોઈ તાજેતરમાં જ તેમની જન્મશતાબ્દી ઉજવાઈ ગઈ,
ગાંધીયુગના ગાંધીભક્ત કવિએ એમના જીવનકાળ દરમ્યાન વિવિધ સ્થળે શિક્ષણકાર્ય કરવાની સાથે સતત સાડાચાર દાયકા સુધી સાહિત્યસાધના કરી વાર્તા, કવિતા, નિબંધ, નવલકથા, હળવી નિબંધિકા, સંગીતર૫ક, નાટક, વિવેચન આદિ વિવિધ ક્ષેત્રે વિહાર કર્યો અને તેમની કૃતિઓ ત્યારના લબ્ધપ્રતિક “ વસંત ', “ સાહિત્ય', “ ગુજરાત' આદિ સામયિકોમાં પ્રગટ થઈ. તેમનાં પ્રગટ પુસ્તકોમાં જીવનકાળ દરમ્યાન ઈ. સ. ૧૯૫૮માં “જીવનનાં જાદુ', નામક અનુવાદિત વાર્તાસંગ્રહ અને મરણોત્તર પ્રકાશમાં કાવ્યસંગ્રહ “સ્વપ્નવસંત' (૧૯૬૩) વિશ્વાંજલિ'માં ટાગોરની અનુકૃતિઓ (૧૯૬૪), બાલકાવ્યસંગ્રહ “બાલમુકુંદ' (૧૯૬૬), ચંદ્રની હેડલી (૧૯૭૪), “ગીતાંજલિ અને ભાવાનુવાદ (૧૯૮૪), દીપાંજલિ મણુકો ૧-૨-૩ (૧૯૮૪-૮૬), એકાંકી નાટક ‘ચિત્રા' (૧૯૯૧), નર્મમર્મસંગ્રહ “ આરામ ખુરશી પર ગલતાં ગલતાં' (૧૯૯૧), નવલિકાસંગ્રહ “ રજત મહોત્સવ' (૧૯૯૨),' મોનનાં કુજન', (૧૯૯૩), અને કથાનક, અસંગિકા, ભાવના ને ભાવાત્મક ચિંતનાદિ સ્વૈરવિહારી નિબંધને
સ્વાદયાય', ૫, ૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપલ-ઑગષ્ટ, ૧૭.. પૃ. ૧૮૫-૨૦૨.
* D-1/1, Bajaj Colony, Post-MIDC, Waluj (431 136), Via Aurangabad (Maharashtra ).
છે આ લેખમાં લીધેલ પંક્તિઓ આદિ ઉદ્ધરણે પ્રસ્તુત અપ્રગટ મહાકાવ્યમાંથી લીધેલ છેકવિનું નિવેદન પણ. ઋણસ્વીકાર-રિપત્ર સદ્ : ભરતકુમાર પ્રસાદ પીપર, સવા ૮
For Private and Personal Use Only

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124