Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલાવિભાવનામાં સ્વાયત્તતા : સુસાન લેંગર* હરીશ પંડિત કલાની વિભાવના પરત્વે એક મહત્ત્વની સ્થાપના છેઃ સ્વાયત્તતા. કલાનું મૂલ્ય સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, બીજા કશા ઉપર એની અપેક્ષા કે એને આધારે નથી–આ વિભાવના હમણું હમણાંથી વિચારવા લાગી છે. આ વિચારણાને ઉદ્દગમ કાન્ટમાં છે અને એના ઉમે ઍલેકઝાંડર, સાન્તાયન અને શ્રીમતી સુસાન લેંગરમાં દેખાય છે. એમનાં પુસ્તકો આ પ્રમાણે છે : 4 Feeling and Form ૨ Philosophy in a new key 3 An introduction to symbolic logic ૪ Reflection on Art. –એના આધારે લેંગરની કલાવિભાવના અને એ દ્વારા પ્રગટતી પ્રતીક, કલ્પન અને પુરાકલ્પનની એમની તત્ત્વચર્ચા પ્રસ્તુત છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા શ્રધેય વિદ્વાને એ આ વિષે કરેલ અનુવાદો હવે સુલભ છે પરંતુ ભારતીય સાહિત્યના સંદર્ભે એને ઘટાવવું અત્યારે એટલું જ જરૂરી પણ છે. લંગરને પાયાને સિદ્ધાન્ત આ છે: - "Every Good work of art has, I think something that may be said to come from the world and speaks about the artists' own feeling about life, --અર્થાત જીવન વિશે કલાકારનું નિજી સંવેદન જે બેલે અને (એના) જગતમાંથી જે પ્રતિસ્પદ ઉદ્દભવે, એ વિશે, એનું કિમપિ જે હોય, તેને હું કળાને ઉત્તમ નમૂને (કે-કૃતિ) કહું, અહીં કલાકારની જીવનજગત વિશેની નિજી ઊર્મિ (=own feeling) ઉપર ભાર મૂક્યો છે તે દયાનાર્હ છે. એક બીજી જગાએ પણ તે Feeling=ઊર્મિ ઉપર ભાર મૂકે છે, જેના સંદર્ભે ડે. સુરેશ જોશી દ્વારા કળાની ચર્ચા વિકસે છે : અલબત્ત પ્રેરણા લેંગરની છે— We are not to be concerned with the content of feeling but the form of feeling...' “ સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા –જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩, ૫. ૨૦-૨૦૮. + આ મુદ્દા ઉપર વિચારવાની તક સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદના “Aesthetics” પરના સેમિનાર આપી હતી. 1; & ગુજરાતી વિભાગ, એસ.ડી. આર્ટસ એન્ડ બી. ૨. કોમર્સ કોલેજ, માણસા, [જિ. મહેસાણા ]. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124