Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રગટ માંધી મહાકાય “મહાત્માયન’ ૨૮૭ કવિ જ્યારે બોરસદ ટ્રેનિંગ કૅલેજમાં હતા ત્યારે પર્યટનને જતાં આગાખાન મહેલની મુલાકાતે ગયેલા અને ત્યારે કસ્તુરબા ને મહાદેવભાઈની સમાધિ નિરખી ને એમના “પ્રાણ પ્રાણુના પાતાળ-પાણી હલી ગયાં ને રોમરોમમાં “મહાત્માયન' રમવા લાગ્યું'. આ બીજમાંથી કવિના મત મુજબ “ગુજરાતી ભાષામાં આ પહેલું મહાકાવ્ય' રચાયું. એની શૈલી “ શાંત ચિતનાત્મક’ છે ને આખું કાવ્ય કવિના “સ્વાધ્યાયને સ્વાનુભૂતિનું દેહન” હેવાનું કવિકથન છે. કવિ વધુમાં નિવેદનમાં કહે છે: “ગાંધીવાણુ-ગંગાકાંડ "માં તો લગભગ ગાંધીજીના જ શબ્દ છે. ઈતિહાસ અમૃતાક્ષરી કાંડ અને બીજા કાંડે પણ ગાંધીયુગના સાહિત્ય-ઇતિહાસ આદિની ઉપાસનાનું ફલ છે. કોઈ પણ ભાગમાં ઉગ્ર ઉત્કટ આવેશ નથી આવ્યું. ગાંધીજી જેટલા વીર છે તેથી વધુ ધીર છે. ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું છે કે સળંગ કાવ્યમાં એક પ્રકારની પ્રસન્નમને સૌમ્ય ચંદ્રિકા ઝમે છે. કાવ્યને કરુણું ભવ્યાકરણ છે. મહાભારત, રામાયણ, ઇલિયડ, હમરની તેમજ વર્ઝલની કાવ્ય સૃષ્ટિ, દાતેનું “ડીવાઈન કૅમેડી ', મિલ્ટનનું “પેરેડાઈઝ ઑસ્ટ અને રીગેઈન્ડ'-આ બધાનું કેન્દ્રવસ્તુ Problem of evil versus Good, “મહાત્માયન અને વિષય મને આનાથી જ લાગતું નથી. આ શ્રદ્ધાનું મંગલકાવ્ય છે. સરકારી નોકરીમાં ત્રીસ ત્રીસ વર્ષો સુધી ગાંધીજી અનિરુદ્ધ થયા ને ગૂંગળાઈ રહેલી મારી ગાંધીભક્તિની પ્રેમિ ઊછળી આવી ને મેં ચાર ભાગમાં ગાંધીજી વિષે મહાલઘુકાવ્ય “મહાત્માયન' લખી કાઢવું. ગાંધીફિલસૂફી એટલે વિચારધર્મ તેમજ આચારધમ.” ગાંધીજીના જીગરમાં જવાળામુખી જલતા હતા ને હનુમાનજી જેમ સુવર્ણલંકા સળગાવતા હતા એમ એ દેશને ખૂણે ખૂણે ચેતનના ચિરાગની આગ લગાડતા હતા. મડદામાંથી માણસ ઊભાં થતાં હતાં, શલ્લામાંથી અહલ્યા ઊભી થતી હતી. ગાંધીજીએ અદ્દભુત નારીશક્તિ જગાડી હતી. ઉત્સાહનાં પૂર ઊલટતાં હતાં. પ્રાણુશક્તિનાં ભરતી–જુવાળ ઊછળતાં હતાં.” ત્યારે સાહિત્યની દુનિયાના લહેરી માણસ એવા આ કવિએ ગાંધીજીના માત્ર અનુરાગથી” આ મહાકાવ્ય લખ્યું. કવિની દષ્ટિએ “લોકમાન્ય તિલક સ્વભાવથી જ્ઞાનગી પણ જીવનથી કર્મયોગી બન્યા હતા, પણ ગાંધીજી તે સ્વભાવથી જ કમલેગી છતાં એટલું બધું લખવાની ફરજ પડ્યાથી પરાણે એમને જ્ઞાનગી બનવું પડયું.” ગાંધીકાવ્યસર્જનમાં આ મહાકાવ્ય ગાંધીજીના જીવનકાર્યથી પ્રેરિત થઈ બ. ક. ઠાકોર, ખબરદાર, ઉમાશંકર, સુંદરમ ', “સ્નેહરશ્મિ', કવિ હંસરાજ, મીનુ દેસાઈ, ફૂલચંદ કવિ, જશભાઈ કા. પટેલ, ચીમનભાઈ ભદ, કરસનદાસ માણેક, કલ્યાણજી મહેતા, જેઠાલાલ ત્રિવેદી, મનસુખલાલ ઝવેરી, રાયચુરા, ઝવેરચંદ મેઘાણી, જુગતરામ દવે, કેશવ હ. શેઠ, “શેષ', દેશળજી પરમાર, “અનામી', હસિત બૂચ, બાલમુકુંદ દવે આદિ અનેક નાના મોટા કવિઓએ આપણને ગાંધી કાવ્યો આપ્યાં છે, પણ મોટા ફલક પર ગાંધીજીના જીવનકાર્યને આલેખનાર-બિરદાવનાર તનસુખ ભટ્ટ, “ મસ્તમયૂર” મણિલાલ ખંડુભાઈ દેસાઈ રતિલાલ અધ્વર્યું, મહાત્મા યોગેશ્વરજી, ભાસ્કરાચાર્ય અને છેલ્લે બેરિસ્ટર કવિ ડાહ્યાભાઈ પટેલની સુદીર્ઘ કાવ્યરચના કરતાં “કુસુમાકર'ની આ અપ્રગટ કાવ્યરચના જુદી તરી આવે છે, કેમકે આમાં અનન્ય ભક્તિભાવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124