________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ વિ. ભદ
આવ્યું હતું, તેને એ કરડી નીમાયે હતે. ખતપત્ર ન. ૪૨ અને, નં. ૫૩માં “કાજી શાફ’ અને સં. ૧૭૩૪ના ખતપત્ર નં. ૧૫માં “પાતશાહી દિવાન મીજ મહમદ શાફ'નું નામ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિ. સં. ૧૭૧૯નાં બે ખતપત્રોમાં પણ ૯ “કાજી મુહુમ્મદ શરીફ ને ઉલલેખ મહમદ અમીરખાનના સમયની સાથે ઉપલબ્ધ થાય છે. આથી પ્રસ્તુત ખતપત્રમાં આપેલું આ હોદ્દા પરનું નામ વાસ્તવિક હોવાનું વિશેષ અનુમોદન મળે છે. અદલ (પદે) અબુ ને (ના) સરનું નામ નં. ૫૩માં દાણાપદે અને સં. ૧૭૩૪ના નં. ૧૫માં અદલપદે આ જ નામ ઉપલબ્ધ થાય છે. આમ એક જ વર્ષનાં બે ખતપત્રોમાં કોટવાલ અને દારાગાપદે અનુક્રમે જુદા જુદા હોદ્દા એક જ વ્યક્તિ ધરાવે છે અને બીજે વર્ષે અદલપદે (= અધ્યક્ષ = ઉચ્ચ ૨) એ જ વ્યક્તિ હોય એવું જાણવા મળે છે.
પ્રસ્તુત ખતપત્રમાં નગરોઝ શ્રી વનમાલીદાસનું નામ આવે છે. સામાન્ય રીતે નગરકોઇનું નામ પાતશાહ, હોદ્દેદારોનાં નામ-પદ વગેરે પછી અને ખતપત્રની વિગત શરૂ થતા પહેલાં આવે છે, પરંતુ નં. ૫૩માં દિલ્હીના પાતશાહ પછી તથા અમદાવાદના અમલદારોનાં નામે આવતા પહેલાં “નગર શ્રી વનમાલિદાસ'નું નામ આવે છે. વિ. સં. ૧૭૩૪ના (નં. ૧૫) ખતપત્રમાં આ જ પદે આ નામ નોંધાયેલું છે. આ ઉપરાંત આનાં ૭-૮ વર્ષ પછીના વિ.સં. ૧૭૪૧ના ગૌત્ર સુદ ૩ શનિવારના ખતપત્ર નં. ૮૮૪૩ માં “નગરાણ શ્રી વનમાલીદાસ તાપીદાસ ' એ રીતે પિતાપુત્રનું અને વિ.સં. ૧૭૬૮ના નં. ૮૮૨૩માં ' નગરશ્રેષ્ઠ વનમાલીદાસ કીકા ' નું નામ મળવાથી આ નગરકોની ત્રણ પેઢીનાં નામે ઉપલબ્ધ થાય છે. આ નગરકોઝનું નામ ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ ન હોવાથી આ નવાં નામે આપણને જાણવા મળે છે. વળી એ એકથી વધુ ખતપત્રોમાં સેંધાયેલાં હોવાથી વધુ વિશ્વસનીય વિગત ગણાય. બીજા નામો તથા પદના અનુક્રમમાં ફેરફાર લાગે છે. છતાં બે વર્ષની તેમની પદસ્થિરતા છે. ઉપર્યુક્ત ખતપત્રોમાંનાં નામો જોતાં જણાય છે કે તે સમયે રાજકીય ક્ષેત્રે ભારતીય/ગુજરાતીઓને પણ મુસ્લિમ અમલદારાનાં નામની સાથે તેમના કાર્યક્ષેત્રને પણ સમાવેશ કરવાની શરૂઆત થઈ છે.
પ્રસ્તુત ખતપત્રમાં છેલ્લપુરના મકાન અંગેની વિગત છે. આજે તેને “માદલપુર' તરીકે ઓળખવામાં આવે છે. એ સાબરમતી નદીની પશ્ચિમે આવેલું છે.૧૦ “મિરાતે અહમદી'ની અંગ્રેજી આવૃત્તિમાં તેને અબ્દુલપુર કહ્યું છે.૧૫ થી ૨. ભી. જેટએ તેને એદલ (લા ?) પુર તરીકે ઓળખાવ્યું છે. પ્રસ્તુત ખતપત્રમાં છંદલપુરના દારેગાપદ અબદલ હસન, પિરાજ પરિવાડે મીર
૯ MLA, P. 931; પરીખ (ડૉ.) પ્રવીણચંદ્ર ચિ. અને શેલત (ડ.) ભારતીબહેન, “ ચીનુભાઈ શેઠના સંગ્રહનું વિ.સં. ૧૭૧૯નું મુઘલકાલીન ખતપત્ર”, “સામીપ્ય ”, જાન્યુ.-માર્ચ, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૧૯૯.
૧૦ મહેતા ૨. ના, “સ્મરણિકા ', “ ગુજરાત ઇતિહાસ પરિષદ' અમદાવાદ, ૧૯૮૪-૮૫,
૧૧ M.A., Part II, P. 315 ff.
૧૨ નોટ ૨. ભી, “ ગુજરાતનું પાટનગર વગેરે,
અમદાવાદ', ૧૯૨૯, પૃ. ૮૯, ૨૧૨, ૨૨૫, ૩૨૫, ૩૩૫
For Private and Personal Use Only