________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાત કડકિયા
ચાલવું પડયું હતું, અનેક વેશ ધરવા પડ્યા હતા, તે અંતે સત્યના બળે વિજયી થાય છે અને વાધા ઉતારી નાખે છે.
દર્પણ મૂકાવવાની આવશ્યકતા લેખકે નાટકના અંત સુધી નાણી જોઈ છે અને તેથી જ તે સમગ્ર નટસમૂહ હાથમાં હાથ મિલાવી, ગીત ગાતાં, પ્રાકટયના આ ઉત્સવમાં પ્રેક્ષકોને ભેળવે છે અને દર્પણપંથીઓના હાથમાંનાં દર્પણા સૌના હાથમાં જઈ પહોંચે છે.૪૯
શ્રી સુમન શાહે યથાર્થ જ કહ્યું છે કે “ અમે તે દર્પણપથી...’ની ધુન એક રિકરિન્ગ ઈમેજની જેમ આખી રચનાનું રસાયન બની છે. ૫૦ વળી તેઓ ઉમેરે છે કે, “સમરસતાને અર્થે જેનારાં, નગરવાસીઓ, નટે, પા, રંગભૂમિ, પ્રેક્ષાગાર બધાને એકરૂપ કરી દેવાયાં છે... બટર બ્રેખ અહી યાદ આવે જ, કેમ કે; ધીંગા ફલક પર એમણે એમની કારકિર્દી દરમ્યાન આ જ સમરસતા ઝંખી છે. અભિનેતા-પ્રેક્ષક વગેરે ભેદ ભૂંસીને એલિયેશન ઈફેક્ટથી શરૂ કરીને એ પ્રેક્ષક પાસે કશા વિદ્રોહશીલ કાર્યની અપેક્ષા રાખતા હતા.”૫૧
જોઈ શકાય છે કે શ્રી બારાડીએ પણ એમના ઉદ્યોગ પાછળ ઉપર્યુક્ત રહસ્યને જ સારી રીતે દૃઢ કરીને ફેલાવ્યું છે:
પર્વતરાય છડું પાડીને જ્યારે પ્રવેશે છે ત્યારે એ રાની પશુ છે. એને કિસલવાડીમાં આવવાને એકમાત્ર ઉદેશ જવાન થઈને લીલાવતી સાથે વિલાસ ભોગવવાને છે. રાઈ છીંડું પાડનાર રાની પશુને (શરૂમાં ભૂલથી) તીરે વીંધી નાખે છે. માનવીના હાથે આ પશુને વધ થયો પણ કર્મ-action-ની કોઈ ભૂમિકા હજી રયાઈ નથી. રાઈએ તે પર્વતરાયને–એટલે કે ભ્રષ્ટ સત્તા અને વિલાસ-ઝંખી વહીવટને-નમુળ કરે છે. રાઈની “સ્વ” ઓળખની યાત્રાને એ એક મુકામ પણ છે. કર્મ-action-ના સાધન તરીકે કામઠાથી છૂટું પડેલું તીર જ્યારે એને મળે ત્યારે જ ( હવે જામતપણે ) કર્મ થર્જી શકે. આ કામ તે પ્રાકટયનું પરાક્રમ. એથી તે પર્વતરાના વેશે પણ એ માત્ર કામઠું લઈને મહેલે જાય છે ૫ જગદીપ તરીકેના પ્રાકટયનું કર્મaction-તે એ ત્યારે જ કરે છે કે જ્યારે રાઈ-બે દર્પણપંથીઓના નેતા તરીકે રાઈ-એકને તીર આપે છે.
કર્મની બીજી પણ ત્રણ ભૂમિકાઓ છેઃ (૧) તદ્દન નિષ્ક્રિય લીલાવતી (ર) ઉપર ઉપરથી દેખાતી છલથી અધિકારપ્રાપ્તિ માટે મથતી જાલકા (૩) શુદ્ધ સાધનો અને સંપૂર્ણ નિર્ણયસ્વાતંત્ર્ય સાથે જાતને પામી પ્રગટ થતા રાઈ.
ટૂંકમાં શુદ્ધ સાધનથી પ્રગટ થતા રાઈને કમ-action-થી જ આ પાત્રો, બંને વૃદ, મંચ અને છેવટે પ્રેક્ષકો પણ પિતાને પામી શકે એ આખા નાટકના કર્મ-actionસૂચિતાર્થ છે..
આ નાટક નિર્ણય-સ્વાતંત્ર્યના ઉદ્યોગનું પણ છે. રાણી જેવી રાણી પણ કહે છે: “મારે એવું નિર્ણય-સ્વાતંત્ર્ય જ કયાં છે ? એમને પરણી એમાં, કે જુવાન થવા એ કિસલવાડીમાં ગયા
For Private and Personal Use Only