________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈન ૫ણય.
શ્રી લવકુમાર દેસાઈ કહે છે કે “શ્રી બારાડી જેવા નીવડેલા નાટયકારે કૃતિની આગળપાછળ તેના અર્થધટનેને સમજાવતી લાંબી પ્રસ્તાવનામાં ના આપવી જોઈએ. ”૩૮ શ્રી દેસાઈ એ આ વાત કર્યા પછી પ શ્રી બારાડીએ તે સ્વીકારી નથી એવું એમનાં એ પછી પ્રગટ થયેલાં નાટકો જોતાં સ્પષ્ટ વરતાય છે, તે ઠીક જ કર્યું છે, કેમ કે; નાટકમાં બધું કહેવાઈ ગયા છતાં નાટયલેખ (લે-સ્ક્રીપ્ટ ) તે મંચનની ભાષાને શબ્દદેહ જ હોય અને મંચનના બધા આયામે, શબ્દ કયાં વ્યક્ત કરી પણ શકે છે? તેથી તે દૃષ્ટિએ નાટક વિશે પણ સર્જક, કયારેક પ્રસ્તાવનારૂપે કે પિતાની સર્જનપ્રક્રિયા વિશે, ખૂલે તે તે આવકારદાયક ગણાવું જોઈએ. તેથી અંતે તો નાટકના પ્રત્યાયનને જ ફાયદો થાય છે.
આ નાટક “સ્વ”ની શોધનું નાટક છે. રાઈના કેટલા બધા વેશ ? માળી, બુકાનીધારી. પર્વતરાય એમ જુદા જુદા વેશ એ ધારે છે અને અકળાય છે, હાંફે છે, તે કહે છે:..મારું પોતાનું કોઈ રૂ૫ હશે, કે પછી જુદા જુદા વેશ જ મારે ધર્યા કરવાના છે?”૩૯ એ મૂંઝવણ રાઈ-બેના માધ્યમથી પણ પ્રગટે છે, રાઈ -બે રાઈ એકને કહે છે: “..શું જુએ છે રાઈ ઓળખે છે મને ? મેં તારી જેમ બુકાની નથી બાંધી, પણ મારાથી તું છટકી શકે એમ નથી. પણ તેડનાર પર્વતરાયને વશ ધર્યા પછી, તને દર્પણ કરી મુકાવતાં ફાવશેને ?'૪૦ આ તમામ પ્રતિક્રિયાઓ રાઈને “સ્વ 'ની શોધ તરફ લઈ જાય છે,
દર્પણ ફરી મૂકવાની વાત ' આ નાટક માટે ઘણી મહત્વની છે. યુગે યુગે અત્યાચાર સામે નિપ્રાણ, નિવય અને બહેરી-મૂંગી થઈ જતી પ્રજા સામેની આ ચીસ છે, લેખકે પ્રજાને ચબ્રાહીન કહી છે અને તે માટે પ્રેક્ષકો સામે આંગળી પણ ચીંધી છે.૪૨ નાટક ને અંતે પણ લેખક આશાવાદી નથી, નિસાસા નાખે છે કે, “તમ તમારે વિનેદ કરો ! અમે ય અહીં થિયેટરમાં વિનોદ કરવા જ આવીએ છીએ !..આ લેકોની જેમ '૪૩ થિયેટરના પ્રેક્ષકો આ ચાબખે સમસ્ત પ્રજાને માટે કે તીખો છે તે કલ્પી શકે છે.
ત્યાં સુધી પહોંચતાં પહેલાં મહારાજ પર્વતરાયના વેશે રાઈની સવારી નીકળે છે તે પ્રસંગે લેખક ચેષ્ટહીન બહેરી-મૂંગી પ્રજાનું સુરેખ ચિત્ર આલેખે છે.૪૪ વૃદના સભ્યો વચ્ચે વાર્તાલાપ થાય છે, લોકો બુલંદ જયકાર કરે છે, ઢોલ-શરણાઈઓ વગાડે છે તથા સવારીની કતાર તેડી ધક્કા મારે છે અને ડોકાં ઊંચાં કરી જોવા મળે છે વગેરે પ્રસંગે તે દેખાય છે. કોઈ વિરોધ કરતું નથી, મૂંગા થઈ ગયા છે, એટલું જ નહિ, પ્રશસ્તિ કરે છે તથા અમુકતમુકને જય ગાય છે. એની સુંદર છબિ દર્પણપંથીઓ ઉપસાવી આપે છે."
પર તે બધાની વચ્ચે ધારદાર જુસ્સામાં દર્પણથીઓ રાઈને દર્પણરાય બની જવાનો વિક૯પ આપે છે. વૃંદ પણ જાગ્રત થાય છે. દર્પણપંથીઓ રાઈને ઘેરી વળે છે અને કનકપુરની મૂંગી ભેળી પ્રજાને સૌથી વધુ નિષ્પાપ પ્રતિનિધિ જે મહેલે બેઠો છે–આંખનાં તોરણ બાંધીનેતે લીલાવતી તરફ અગૂલિનિર્દેશ કરે છે. અને આ સમૂહ રાઈને પ્રાકટયના પરાક્રમે પ્રગટવાનું કહે છે. આટલું બધું બળ લઈને રાઈ લીલાવતીના દર્પણમાં પિતાની જાતને જુએ છે અને પ્ર"ટે ૪૮ આમ માતાના પ્રેમે કરીને રાઈ કે જેને સત્યથી વિરોધી માને
For Private and Personal Use Only