________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુણકાન્ત કડકિયા
માધ્યમથી આપે છે પણ વેશના વનાત્મક અંશોને બદલે નાટયાત્મક અંશોના આશ્રયે જાય છે ત્યાં પણ એમની મૌલિકતા પ્રવેશ કરવાની પૂરતી તક લે છે,
દિગ્દર્શકને માટે આ નાટકમાં દર્પણપંથીઓ તેમ દર્શકવૃંદ એવાં બે જૂથાને આખા નાટક દરમ્યાન કલાત્મક ઉપયોગ કરવાની તક પડેલી છે. સંગીત અને પદ્ય, નાટકમાં પડેલા ભવાઈ-સ્વરૂપને, અનેક રીતે ઉપકારક રહ્યું છે. તથા મૂળ કથાને સુરેખ રીતે અને ત્વરાથી તે માધ્યમને કારણે કહી શકાઈ છે. આ માધ્યમો આખા નાટકમાં લગભગ અડધા ઉપરાંત નાટકમાં છવાયેલાં છે. ૨૨ નૃત્યની ગતિ-ક્રિયાઓ અને ભવાઈના એવા અંશોના ઉપયોગ કરીને આ નાટક કોઈપણ પ્રકારના બોજ વગર અને લેખકના નવા અર્થઘટનને રજૂ થવાની પૂરી શકયતાઓવાળું છે.૧૩ ભવાઈ સ્વરૂપવાળું હેવા છતાં નાટકના પણ ઘણા અંશે અહીં આમેજ થયેલા છે. દા. ત., રાઈ અને લીલાવતીના અંદરને સંધર્ષ, લેકેનું પ્રતિનિધિત્વ કરતો રાઈ, રાઈના પાકટયના પરાક્રમે કર્તવ્યહીન બનતી લીલાવતી વગેરે.. રંગમંચક્ષમતાથી ભર્યાભર્યા આ નાટકના તમામ અંશે દર્પણપંથીઓ તથા પ્રેક્ષકવૃંદથી જોડાય છે. તેઓ વાર્તાની ઘટનાના સાક્ષી છે અને સક્રિય રીતે નાટકમાં ભાગ પણ લે છે. રાઈને પર્વતની કથાનું ઐતિહાસિક મૂલ્ય જ માત્ર નહિ પણ, પ્રતીક અર્થધટન કરી શકે તેવી વેશભૂષાવાળાં આધુનિક પાત્રો લાવીને તેમના દ્વારા, આજના સળગતા પ્રશ્નોને તેમ આધુનિક સંવેદનાઓને પણ વાચા આપી શકાય એવું મૂલ્ય પણ આ નાટયલેખ (પ્લે-સક્રીપ્ટ)નું છે. લેખકે એક તરફ કથાના ઐતિહાસિક મૂલ્ય માટે દર્પણપથીઓ તે બીજી તરફ આધુનિક મૂલ્ય રજૂ કરવા માટે પ્રેક્ષકવૃંદની કુશળતાપૂર્વક ગોઠવણ કરી આપી છે.
પ્રયોગ માટે સાર્થક ક્રિયાની વિવિધ ભૂમિકાઓ લેખકે વિચારી છે તેમાં લેક-પ્રતિભાવને રંગમંચીય રૂપે અવતારવા સાંપ્રત સુસંગતા ધરાવતું દર્શકવૃંદ ઊભું કર્યું છે જે પોતાની નજરે કથા કે પાત્રોને જોતા, પ્રતિઘોષ પાડતા, દર્પણપંથીઓને પણ આજની દૃષ્ટિએ તપાસે છે. આ એ જગ્યા છે જ્યાં નવું સ્થળ–સમયનું પરિમાણ ઊભું થાય છે. પદ્ય તેમ ભાષાની જુદી જુદી સપાટી, પાત્રાનુસાર ગીત–નર્તને, મૂક અભિનવ તથા ભવાઈનું સ્વરૂપ વગેરે એવું પરિમાણુ ઊભું કરી આપવામાં સહાયક રહ્યાં છે.
પણ દિગ્દર્શકને પિતાને પ્રશ્ન તે આખરે ભાવ પ્રગટ કરવાને અને પ્રેક્ષકો તેને રસ કેવી રીતે અનુભવે અથવા તેમાં દાખલ થઈ સહકર્મ કરે તે અંગેને છે. એ માટે વપરાયેલું ઓજાર
દર્શકવૃંદ” પણ નટોની સાથે તાળીઓ પાડતું પ્રવેશે છે અને કહે છે કે, “પ્રેક્ષક-નટના રંગભૂમિના પાઠ ભુલાયા ૧૪ એ માર્ગે દિગ્દર્શક સહિત સહુને લઈ જવા માટે લેખકે જ દર્શન થિયેટર (પ્રોસેનિયમ આર્ક)માંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે અને ભવાઈમાંથી અંશે લઈને એ સ્વરૂપમાં નાટક ઢાળી અયું છે. નટોની ગતિ-ક્રિયાઓ તેમ નૃત્ય-સંગીતના આંતરસંબધે પણ તેમણે એ સ્વરૂપમાંથી જ યોજી આપ્યા છે. કશુંક નવું કરવા જ નહિ પણ પાત્રોની સાથે તેમ દર્પણપથીઓની સાથે પ્રેક્ષકોની ચેતનાના અપ્રગટ જીવનને પણ આ રીતે તેઓ ઢંઢોળે છે. અને એ માટે દર્શકવૃંદ નટોથી જરા પણ અલગ નથી, એમના કુતૂહલભર્યા પ્રશ્નોની સામે દર્પણપંથીઓ કથાનું ઉદ્દઘાટન કરતા રહ્યા છે. કંઈ કથા અનેરી ખેલાવાની છે તે અગાઉથી જ બdવા દઈ ભવાઈની માનસશાસ્ત્રની પદ્ધતિને ૫ણુ તેઓ ઠીક ઠીક ઉપયોગ કરી લે છે.
For Private and Personal Use Only