________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
અબાલાલ ડી. ઠાકર
યૌગન્ધરાપણું, “મહારાજાને જય થાઓ.” બોલી પોતાની જાતને પ્રગટ કરે છે. વાસવદત્તા પણ
આર્યપુત્રને જય થાઓ” કહી પોતાની ઓળખ આપે છે. નાયકળા આ સ્થળે પારાકાષ્ટાએ પહોંચી છે. - ઉ. ચ.માં નાટ્યકારનું કાર્ય વધારે જવાબદારીવાળું છે. અપવાદનું નિરસન અને કુમારો સહિત સીતાની રામને સોંપણીનું કાર્ય સિદ્ધ કરવાનું છે. કવિએ તે માટે ગર્ભાકની નાટયપ્રયુક્તિ અજમાવી છે. લેકો સમક્ષ સીતાત્યાગ પછીની બધી ઘટનાઓ રજૂ કરવામાં આવી. અરુન્ધતી સીતાના સ્વીકાર માટે નગરવાસીઓને અભિપ્રાય પૂછે છે. નગરજને નમસ્કાર કરે છે. કપાલો તથા સપ્તર્ષિઓ પુષ્પવૃષ્ટિ કરે છે. સીતાને સ્વીકાર થયો તેના પુત્રો સાથે. લેકોના મનનું સમાધાન થયું. નાટક સુખાંતમાં પરિણમ્યું.
સ્વપ્ન. અને ઉ. ચ.ના આંતર–બાહ્ય નિરીક્ષણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્વપ્ન. પ્રમાણમાં નાની, વૈદર્ભી શૈલીને વરેલી, સાદી અને સરળ ભાષામાં સુશોભિત, મહાપુરુષ નાયકયુક્ત મર્યાદિત પાત્રસંખ્યાવાળી કૃતિ છે; તે ઉ. ચ. વિસ્તૃત કથાનકવાળી મેટી, પંડિતયુગની ભારેખમ ભાષાથી સભર, ગૌડી શૈલીની લોકોત્તર નાયક સહિત મોટી પાત્રસંખ્યાવાળી કૃતિ છે. છતાં બંનેમાં દામ્પત્યપ્રેમનાં ગાન, ગહન ભાર્મિઓ, વિવિધ નાટયપ્રયુક્તિઓ, પાત્રો પ્રત્યે ન્યાયી વલણ, રાજમહેલ અને તપોવનનાં દશ્યો, નાયક-નાયિકાનાં મનોમંથને, પ્રેમ માટે સ્વાર્પણની ઉચ્ચ આદર્શમય ભાવના, વડીલે પ્રત્યે આદર, યુદ્ધની ઉત્સાહશક્તિનું નિરૂપણ અને નાયકનાયિકાની વિરહાવસ્થાનું સચોટ નિરૂપણ બંને નાટયકારની પિતાની આગવી શૈલીમાં દષ્ટિ ગોચર થાય છે. અતઃ બંને નાટકોના બાહ્ય કલેવરનાં ભિન્ન સુશોભને વચ્ચે અલગ અલગ કથાનકોના નિરૂપણુમાં, આંતરપ્રવાહનું અદ્ભુત સામ્ય નાટયકારોની ઉચ્ચ પ્રતિભાનાં દર્શન કરાવે છે. આ ઉપર્યુક્ત અભ્યાસને આધારે નીચે પ્રમાણે અવકને તારવી શકાય.
(1) પૂર્વસૂરિ મહાકવિ ભાસની તેના અનુગામી મહાકવિ ભવભૂતિ પર સ્પષ્ટ અસર જોઈ શકાય છે. - (૨) વણ્ય વિષયોની સામ્યતા તેમનામાં રહેલાં માનવજીવનનાં મૂલ્યોનું ચિરંજીવીપણું
સૂચવે છે.
. (૩) ભાસના સમયનું નાટકનું બાલ્ય સ્વરૂપ, ભવભૂતિના સમયમાં વિકસિત થયેલું જોવા મળે છે.
(૪) વિવિધ નાટયપ્રયુક્તિઓના પ્રયોગો ઉત્તમ નાટયકળા સાથે સંસ્કૃત નાટકની વિકાસશીલ પ્રક્રિયા અને લોકપ્રિયતા સૂચવે છે. * (૫) બંને નાટકો રસની આસ્વાદ્યતાનું સચોટ નિદર્શન કરે છે.
For Private and Personal Use Only