________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય અને વિજ્ઞાન મૂલ્યાંકન
આ શક્તિ' શબ્દનો અર્થમાં વ્યક્ત કરે છે અને વક્તાની ઈછા તથા આશયને પ્રત્યાયન'માં અભિવ્યક્ત કરે છે. આમ ભાષા તેના “ હેતુલક્ષી ” ઉગમ તથા માધ્યમ દ્વારા વહન પામે છે. ભાષા અને પ્રત્યાયન કેવળ “ટેવ', “યંત્ર' કે “પરંપરા” નથી પરંતુ વક્તાના હેતનું વહન કરે છે. ભર્તુહરિ વાયને સમમતાને વળાંક આપે છે અને અર્થની
પ્રતિભા અને વિશિષ્ટ સ્થાન આપે છે. વાક્ય એ કેવળ “વર્ણ' નથી પરંતુ તેનું અન્ય સાથેનું સામંજસ્ય રહ્યું છે અને સંદર્ભને સમજીને વક્તા કે શ્રોતા તેને ગ્રહણ કરે છે. નાનપણથી બાળકો કૂતર', “મમ્મી ', “કોયલ” કે “ગાય” શબ્દ બોલે છે તે તેના યોગ્ય સંબંધ સાથે જ બોલે અને સમજે છે. સમજૂતી એ ‘ફુરણાત્મક ” રીતે આકાર લે છે. આ કુરણને ભર્ત હરિ
પ્રતિભા' નામ આપે છે. વસ્તુના વાસ્તવિક તંત્રને સમજવા માટે અવકાશ, કાળ અને કાર્ય - કારણના ક્ષેત્રથી પર જઈને વ્યક્તિ વાક્યને સમજે છે એ "પ્રતિભા' છે. અમુક વખતે વાય પૂરેપૂરું બોલાયું ન હોય તે પહેલાં પણ શ્રોતા તેની સમજૂતી પ્રાપ્ત કરી લે છે એ તેની પ્રતિભાને દર્શાવે છે. અલબત્ત ભારતીય પરંપરામાં ભક્ત હરિના “સ્ફોટ’ સિદ્ધાંતને જ આવકાર્ય લેખાય છે એમ નથી. તેની વિરુદ્ધ કુમારિક ભટ્ટે પણ પિતાને “શબ્દ” અંગેને “પૃથક લક્ષી” અને “સમૂહલક્ષી” સિદ્ધાંત રજુ કર્યો છે અને ભહરિ વિરુદ્ધ દલીલે રજુ કરી છે. અર્થને સમજવા માટે “સ્ફોટ' જેવી અલૌકિક કલ્પના કરવી જરૂરી નથી એમ કુમારિક લેખે છે.
ઉપર્યુક્ત વાક્ય અને સમજૂતી પ્રત્યે ભર્તરિ “ગુણાત્મક” (Gestalt ) અભિગમ અપનાવે છે અને તેમાં મન તથા બુદ્ધિને વિશિષ્ટ કાળે છે તે નોંધપાત્ર બાબત છે. ભારતીય મને વિજ્ઞાન માનવજીવનના સૈદ્ધાંતિક અને વ્યાવહારિક પાસાંઓને ધ્યાનમાં લઈને વિવિધ માનસિક, પ્રાણલક્ષી, શારીરિક ચિકિત્સા તથા જીવનશૈલી (Lifestyle) સૂચવે છે. તેમાં “ગ” અને નીતિલક્ષી પદ્ધતિઓ મુખ્ય છે. ગેરડીન કોસ્ટર યોગ અને સૈદ્ધાંતિક ચિકિત્સા (Therapy)ને ઉલેખ કરતાં કહે છે કે “ પાશ્ચાત્ય અને ભારતીય પદ્ધતિઓમાં વિશેષ સામ્યતા રહી છે. પાશ્ચાત્ય પદ્ધતિમાં જે “ગ'ની પદ્ધતિને અભાવ રહ્યો છે તે ભારતીય અને વિજ્ઞાન ધારા પરિપૂર્તિત થયું છે. આધુનિક જીવનમાં પુનર્જીવન અને પુનઃ સજનના ધટકોને સક્રિય કરવા હેય તે યોગની પદ્ધતિની આવશ્યકતા રહે છે. આ આવશ્યકતાનું શિક્ષણ ભારતીય અને વિજ્ઞાનમાં યોગના મુલ્ય અને ચિંતન દ્વારા પૂરું પાડી શકાય તેમ છે. એલાન બેટ્સે પોતાના ગ્રંથ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન સાઈકોથેરાપી માં પાશ્ચાત્ય અને પૌત્ય મને ચિકિત્સાની સામ્યતા દર્શાવી છે અને ચેતના, લાગણીની અભિવ્યક્તિ તથા આપણા અસ્તિત્વ તેમ જ માનવસમાજ સાથેના આપણા સંબંધના પરિવર્તનમાં આ બન્ને મને ચિકિત્સા તથા જીવનપદ્ધતિઓની સામ્યતા રહી છે.
વેદાંત અને મનનું સ્વરૂપ: ભારતીય અને વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સંવેગ, સ્થાયીભાવ, કલાત્મક પ્રેરણું, અભિવ્યક્તિ, રૌતન્ય, જાગૃતિ, તાદાસ્ય, રહસ્યલક્ષી અનુભૂતિ, જ્ઞાનલક્ષી
8 Coster G. : Yoga and Western Psychology ; Motilal Banarasidass. Delhi; 1934; p. 10-11.
9 Watts A. W.: Psycho-Therapy : East and West ; London; Penguin Bools ; 1961; p. 13.
For Private and Personal Use Only