________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવસારી–વેરાવળ-સોમનાથ
૨મણલાલ નાગરજી મહેતા
પ્રાસ્તાવિક--નવસારી નગરની ઉત્તરે પૂર્ણા નદીને દક્ષિણ કાંઠે વેરાવલ નામનું ગામ છે. આવા જ નામનું સૌરાષ્ટ્રમાં એમનાથ કે પ્રભાસપાટણ પાસેનું બંદર છે. આમ બે સ્થળે એક જ સ્થળ-નામ હોવાથી તેનાં અર્થઘટન અને સાંસ્કૃતિક સંબંધ માટે વિચાર કરવાને પ્રસંગ ઊભો થાય છે.
વેરાવલ એ “વેલાકુલ” શબ્દનું રૂપાંતર છે. વેલા કુલ શબ્દ માં અથડાતી ભેખડ કે કિનારાનું સૂચન કરેતો બીગલિક પરિસ્થિતિદર્શક શબ્દ “પૌરવેલાકુલ” જેવા સમાસમાં વપરાતો હોવાથી પ્રથમ નજરે આ શબ્દ ભૌગોલિક પરિસ્થિતિ સૂચવતો હોવાનું સમજાય છે.
આ અર્થબોધમાં કોઈ વિક્ષેપ પડતો નથી, પરંતુ નવસારી પાસેના વેરાવલની સ્થળતપાસથી કેટલાંક સાંસ્કૃતિક પાસાંઓ જાણવા મળ્યાં છે તેની ચર્ચા કરી છે.
- વેરાવલની પુરાવસ્તુઓઃ નવસારી પાસેનું વેરાવલ પારસીઓના દખમાંનું તથા હિંદુઓના સ્મશાનનું સ્થાન છે. તથા ત્યાં નાનું ગામ છે.
નવસારીની પાસેની આ શમશાનભૂમિમાં કેટલાંક શિપિ પડેલાં છે. સ્મશાનમાં પીપળાના ઝાડ નીચે પડેલાં ખંડિત શિલ્પોમાં એતરંગને ખંડિત ભાગ, હિંડલિક તેરણના ભગ્નાવશેષ તથા ભીંત પરનાં શૃંગાર-શિલ્પની સાથે તેનાથી ઘેડે દૂર એક નંદીની પ્રતિમા પડેલી છે.
આ અવશેષો પૈકી તરંગના ખંડિત ભાગ પર પાંચ નાની આકૃતિઓ છે તે પૈકી ત્રણ ત્રિભંગમાં ઊભેલી ચામરધારિણીઓ છે, અને બે દેવપ્રતિમાઓ છે. (આ. ૧).
આ પ્રતિમાઓ પૈકી વચ્ચેની પ્રતિમા પદ્માસનસ્થ, દ્વિભુજ, ઓછાં આભૂષણો તથા ટૂંકા વાળવાળી અને પ્રસન્ન મુદ્રાવાળી છે. પ્રથમ દષ્ટિએ તીર્થકરને આભાસ આપતી આ પ્રતિમાંના જમણે હાથમાં દંડ, ડાબા હાથમાં બીજપૂરક છે. તે ઊર્વમેઢ઼ હોઈ આ તમામ લક્ષણો મૂર્તિ શાસ્ત્રની નજરે લકુલીશની પ્રતિમાનાં છે.
બીજી દેવની પ્રતિમા અર્ધપર્યકાસન ચતુર્ભુજ ખંડિત છે. તેના હાથમાં બાજે, ત્રિશલ આદિ હોવાનું લાગે છે તેથી મૂર્તિ શાસ્ત્ર પ્રમાણે તે શિવના કેઈ સ્વરૂપનું સૂચન કરે છે.
આ પ્રતિમાફલક કાળા ‘પ અર્થાત જવાળામુખીમાંથી નીકળેલા લાવાના પથ્થરમાંથી બનેલો છે. આ પથ્થર દક્ષિણ ગુજરાતમાં, કામરેજ તાલુકામાં તથા ત્યાંથી શરૂ થતા પહાડી પ્રદેશમાંથી મળે છે. નવસારી વિસ્તારમાં આ પથ્થર તથા લાલાશ પડતે ચૂનાને પથ્થર શિલ્પોમાં ધણ વપરાય છે, તે બાબત ધ્યાનમાં લેતાં આ પ્રતિમા દક્ષિણ ગુજરાતના પ્રદેશની હોવાનું લાગે છે.
“સ્વાદયાય', પૃ. ૩૦, અંક ૩૯-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩, ૫. ૧૪-૧૪૨.
• કોયસ સોસાયટી, રેસકોર્સ સર્કલ (પશ્ચિમ) વડોદરા,
For Private and Personal Use Only