________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આર. પી. મહેતા
નાયક તિલભટ્ટકે કે તરાવી હતી. સમુદ્રગુપ્તના કાવ્ય ‘કૃષ્ણરિત (૨૩-૬)”માં તાંધ છે કે ‘ કાર્પાલદાસ ' નામે પ્રસિદ્ધ રિષેણે સમ્રાટ્લે આ કાવ્ય રચવા પ્રેરણા આપી હતી. રિષ્ણુનું આ ઉપનામ હોય તેવી જનશ્રુતિની નોંધ ડૉ. શિવપ્રસાદ ભારદ્વાજે લીધી છે.
આ માન્યતા સ્વીકાર્યું નથી; કારણુ કે કાવ્ય ‘કૃષ્ણચરિત' અને જનશ્રુતિ આ હરિષેણુને રઘુકાર કાલિદાસ કહે છે,
કાલિદાસનું કર્તુત્વ ધરાવતી રચના · કુન્તલેશ્વરોત્ય ' ઉપલબ્ધ નથી ; પરંતુ એમાંથી ઉષ્કૃત અવતરણો આમાંથી મળે છે.
( ક ) રાજશેખર (ઈ. ૮૭૫–૯૨૫)—કાવ્યમીમાંસા, અધ્યાય-૧૧ (ખ) ભાજદેવ ( ઇ. ૧૧મી સદી )—ભ્રુ`ગારપ્રકાશ, અધ્યાય-૮ (ગ) ક્ષેમેન્દ્ર (ઇ. ૧૦૫૦ )—ઔચિત્યવિચારચર્ચા, કારિકા–૨૦ વૃત્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અવતરણાને આધારે રચનાનું સર્જીવત કથાસૂત્ર આ પ્રમાણે છે—કુન્તલેશ્વરના રાજ્યવિક્ષેાભની તપાસ કરવા ઉજ્જયનીનરેશ વિક્રમાદિત્યે દ્રુત તરીકે કાલિદાસને મેકલ્યા. કુન્તલેશની સભામાં કવિને પેાતાના દરજ્જાને અનુરૂપ આસન મળ્યું નહિ. તેથી તે ભૂમિ ઉપર જ બેસી ગયા અને આ અધિકરણનું ઔચિત્ય જાવ્યું. કવિએ ત્યાર પછી રાજ્યમાં કુન્તલેશની ગતિવિધિઓનું પરીક્ષણ કર્યું પાછા ફર્યા ત્યારે વિક્રમાદિત્યે કવિને એની પૃચ્છા કરી. કવિએ
અહેવાલ આપ્યો કે તે આપને ઉત્તરદાયિત્વ સાંપીને પોતે નિષ્ક્રિય બનીને વિલાસમગ્ન થઈ ગયા છે. વિક્રમાદિત્યને પરમ આશ્ચર્ય થયું.
ક્ષેમેન્દ્ર દ્વારા ઉદ્ધૃત આનું એક પદ્ય આ છે
इह निवसति मेरुः शेखरः क्ष्माधराणामिह विनिहितभाराः सागराः सप्त चान्ये । इदमहिपतिभोगस्तम्भविभ्राजमानं
घरणितलमिहैव स्थानमस्मद्विधानाम् ।
રંગાસ્વામી સરસ્વતીનુંજ અનુમાન છે, (જર્નલ બૅંક ઐથિક સાસાયટી, બેગ્લોર; વો. ૧૫, પૃ. ૨૬૨) કે આ રચના નાટક હતી; પરંતુ વધુ સ`ભવિત આ જણુાય છે કે કાવ્ય હતું.
રઘુવંશાદિ સાત રચનાઓમાં જે કવિ પેાતાના સહેજ પણ પરિચય ન આપે; તે પોતાના અને પોતાના આશ્રયદાતા વિષે રચના કરે, તે સંભવિત નથી. આથી આ કોઈ ઉત્તરકાલીન કાલિદાસની રચના હેાઈ શકે.
७ व्यास शिष्य (डॉ.) कुंवरलाल -संस्कृत ललित साहित्य का इतिहास; विद्या प्रकाशन, વિન્ની; ૧૮૦; પૃ. ૨૮
८ काव्यमीमांसा - बिहार राष्ट्रभाषा परिषद्, पटना; १९६५. शृङ्गार प्रकाश-२ प्राचीन संस्कृत प्रकाशन विश्वसंस्था, मायसोर, १९६२. औचित्य विचार चर्चा - चौखम्बा विद्याभवन, વરાળસી; ૨૧૬૪. De–HSL; p. 552, 554
$ KM-HCSL; p. 121
For Private and Personal Use Only