Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નવાસવદત્તમ્” અને “ઉત્તરરામચરિત”નું તુલનાત્મક અધ્યયન અંબાલાલ ડી. ઠાકર* મહાકવિ ભવભૂતિવિરચિત “ઉત્તરરામચરિત'ના અનુવાદક શ્રી. ઉમાશંકર જોષીએ પિતાની સંપાદિત આવૃત્તિની પ્રસ્તાવના પછી “અમૃતા આત્મની કલા” શીર્ષક હેઠળ ઉ. ચ.ના આંતરદર્શનનું નિરૂપણ કર્યું છે. તેમાં ઉ. ઇ.નું અન્ય કૃતિઓ સાથે આંતર સામ્ય દર્શાવતાં તેઓ જણાવે છે કે, “ઉત્તરરામચરિતનું નામ અને એની ખ્યાતિને લીધે સંસ્કૃત નાટય સાહિત્યમાં “શાકુન્તલ'ની સાથે જ બોલાય છે અને “શાકુન્તલ' સાથે એની સરખામણી કરવાનું રસપ્રદ થઈ પડે એવું પણ છે, તેમ છતાં મધ્યવતી આશયની દષ્ટિએ એનું ભાવિરચિત ગણાતા “સ્વપ્નવાસવદત્તમ' સાથે સામ્ય વધારે છે અને ધીરનાગનું ‘કુન્દમાલા” જોયા વગર તે ઉત્તરરામચરિતની રસગંભીર કલાને પરિચય અધૂરો જ રહે. એ બંને સમાન વસ્તુને લગભગ સમાન રીતે છેડે છે.” શાકુન્તલ' અને “ઉત્તરરામચરિત” બંનેએ સંસ્કૃત નાટ્યસાહિત્યની કૃતિઓ તરીકે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એ રીતે તેમનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે, પણ અહીં સ્વપ્નવાસવદત્તમ’ સાથે મધ્યવતી ઉદેશ્યના સામ્યને લીધે સ્વા. અને ઉ. વ.ના તુલનાત્મક અધ્યયનને પ્રસ્તુત માનવામાં આવ્યું છે. મુન્દમાલા’ સાથે ઉ. વ.ની સમાનતા છે, પણ કુન્દમાલા ઉ.ચ.ની પૂર્વવત કૃતિ છે કે પશ્ચાદવર્તી તે અંગે પ્રવર્તતા ભિન્ન મતો, તમાસવા જેવા છે. પ્રા. આ. કે. ભટ ઉ. ચ.ની પ્રસ્તાવનામાં નેધે છે કે Umashanker Joshi in his introduction, to the Gujarati translation of the play (pp. 37-42 ) compares it to Kundamālā. The Similarity of the two plays is obvious. But in suggesting that Bhavabhūti may have had this play before him, the author has probably relied on the reference in Meghadūta (Purva ,14) which makes Dinganāga a contemporary of Kālidāsa and so anterior to Bhavabhūti. But Kundamālā is on the whole an inferior work; and S. K. De માદયાય', પુસ્તક ૩૦, અંક -૪, અક્ષયતૃતીયા-જમાષ્ટમી અંક એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩. પૃ. ૧૪૭-૧૫૪. * ૧૯ બદય સોસાયટી, ગોધરા-જિ. પંચમહાલ-૩૮૦ ૦૦૧. ૧ ભવભૂતિ, (અનુ. ) જોષી ઉમાશંકર : ઉત્તરરામચરિત; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; અમદાવાદ, દ્વિતીય આવૃતિ; ૧૫૮; પ્રસ્તાવના, પૃ. ૩૫, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124