________________
આજ પણ અલટી ખાદિ મલબારપ્રાંતના સ્થલમાં વસતા મંજુરી બ્રાહણે વેદનું અધ્યયન કરતા નથી, તેમને ઘેર સન્યાસીઓ શિક્ષા કરવા જતા નગી, અને તેમના ઘરમાં પાઈ મરણ પામે તે તેમના ધરી સમીપમાં જ તેને બાળવામાં આવે છે. વિનાવિચારે મહાપુરુષોની સાથે અગ્ય વર્તન કરવામાં આવે છે તેનું ફલ કરી સારું થાય નાહ. - પવપાદ તીર્થયાત્રા કરતા કરતા કાલહરતીશ્વરનાં દર્શન કરી ડરીનગરમાં આવ્યા. ત્યાં શિવગંગામાં સ્નાન કરી શ્રી શિવમાં દર્શન કર્યો. ત્યાંથી રામેશ્વર જવા નીકળ્યા. માર્ગમાં પિતાના પૂર્વાશ્રમના મામાનું ઘર આવ્યું ત્યાં ગયા. ઘણે કાલે પદ્મપાદને ત્યાં આવેલા જોઈ તેમના મોસાળ પક્ષનાં માણસો પ્રસન્ન થયાં. તેમની આગળ પદ્મપાદે પિતાની આજ સુધીની પ્રવૃત્તિ સંક્ષેપમાં કહી સંભળાવી. તેમના મામા આદિના આગ્રહથી કેટલાક iદવસો સુધી તે ત્યાં રહ્યા, ને ત્યાંના યોગ્ય બ્રાહ્મણોને તેમના ધર્મનો ઉપદેશ કરીને ત્યાંથી રામેશ્વર જવા વિદાય થયા વિદાય થતી વેળાએ પિતાની પાસેનાં કેટલાંક પુસ્તકે તેમણે પોતાના પૂર્વાશ્રમના મામાને ઘેર મૂક્યાં, ને તેમને કહ્યું કે – “આમાં શારીરકભાષ્યઉપર રચેલો મારી ટીકા છે તે તથા બીજા પુસ્તકે આપ સારી રીતે સાચવજે.”
પછી પદ્મપાદના મામાએ તેમની રચેલી પૂર્વોક્ત ટીકા વાંચી હતી, તેથી વિચાર કર્યો કે:–“ જે શારીરકભાગ્ય પરની પદ્મપાદની આ ટીકા વિધમાન રહેશે તે અદ્વૈતમતને લેકેમાં આદર થશે, ને દૈતમતને સત્ય માનનારા મારા પ્રભાકરભટ્ટનામના આચાર્યના પક્ષને
આમાં દૈતમતનું વિદ્વતાભરેલું ખંડન હેવાથી” હાનિ પહોંચશે, માટે આ ગ્રંથને બાળી મૂકવા માટે મારે મારું ઘર બાળી નાખવું જોઈએ.” આવો વિચાર કરીને તેણે તે ગ્રંથ બાળી નાંખવામાટે