________________
YK
આચાયંભગવાને તેમને બ્રહ્મસ્વરૂપને ઉપદેશ કર્યાં. તે ઉપદેશ સાંભળી તેમણે કહ્યું :—“ આ બ્રહ્મ નિર્ગુણ ને નિરાકાર ાવાથી મારી બુદ્ધિમાં તે બરાબર સ્થિર થઇ શકતુ નથી, માટે મને સગુણબ્રહ્મના ઉપદેશ કર, કે જેથી તે મારી બુદ્ધિમાં બરાબર સ્થિર થઈ મારી સદ્ગતિ થાય. પછી આચાર્યભગવાને તેમને સગુણુ સાકાર બ્રહ્મના ઉપદેશ કરી તેમાં તેમના મનને સ્થિર રાખવાનું જણાવ્યુ. તેમણે તે સ્વરૂપમાં પોતાના મનને સ્થિર કરી પેાતાના સ્થૂત્રશરીરને ત્યાગ કર્યાં, ને તેમના જીવાત્મા ઉત્તરાયણમાર્ગે સત્યલાકમાં ગયા.
p
""
તેમના શરીરનું પતન થયા પછી આચાય ભગવાને તેમની ઉત્તરક્રિયા કરવામાટે પોતાનાં પૂર્વાશ્રમનાં સગાંઓને તેડાવીને કહ્યું: “ મે' સન્યાસ ગ્રહણ કર્યાં છે, પરંતુ મેં આ શરીરનાં માતુશ્રીને તેમના અત્યાગ્રહથી વચન આપ્યું છે તે પાળવામાટે હું તેમને અંત્યેષ્ટિસંસ્કાર કરવા ઇચ્છું છું. ત્યારે તેમના શરીરનાં સગાંઆએ કહ્યું કેઃ—“ તમે સન્યાસી થયા છે, માટે હવે તમને તેમને અંત્યેષ્ટિસંસ્કાર કરવાના અધિકાર નથી, તેથી તમને તે કામ કરવાની અમે હા પાડી શકતા નથી. અમે તમને તેમના શરીરને દાહ કરવામાટે અગ્નિ પણ નહિ આપીએ, તે તેમના શરીરને ઉચકવા પણ નહિ આવીએ. ” આચાર્ય ભગવાને તેમના આવા દુરાગ્રહ તથા અપમાનભરેલી વર્તણુક જોને કહ્યું:— આજથી તમે સવ વેદાધ્યયન કરવા સમથ થશે! નહિ, તમારે ઘેર કાઇ પણ સન્યાસી ભિક્ષા કરશે નહિ, અને તમાણુ ધરની સમીપમાં તમારાં સગાનાં મુડદાં બાળવામાં આવશે. પછી તે ઘરની બહાર પાતાના શરીરનાં માતુશ્રીના શબને પોતે ઊપાડી આણ્યું, તે સૂકાં લાકડાં ભેળાં કરી પોતાનાં માતુકાના જમણા હાથમાંથી અગ્નિ પ્રકટ કરી તેમના શરીરના દાહ કરવામાં આવ્યા.
''
""