________________
૪૮
ઉદયથી તને તીર્થયાત્રાએ જવાની ઈચ્છા પ્રાણી છે, ને તેનું વિવેકવડે તારાથી શમન થઈ શકતું નથી, તે તારે તીર્થયાત્રાએ જવું માર્ગમાં સજજનેને સંગ સેવ, ને દુર્જનોથી દૂર રહેવું. કોઇ પણ સ્થલે તારે જનવિના વધારે રોકાવું નહિ. સાથે પ્રયજનવિનાની ઘણી વસ્તુઓ રાખવી નહિ. અયોગ્ય ને ભયવાળે સ્થલે ઊતારે કરે નહિ. જેનો તેને વિશ્વાસ કરે નહિ. મહાપુરુષોને સમાગમ આદરપૂર્વક કર. છેડે ફેર પડતે હેય તે પણ મહાપુરુષોને દર્શને જવું.” - પછી પદ્મપાદ આચાર્યભગવાનને પ્રણામ કરી તીર્થયાત્રાએ નીકળ્યા.
એક વેલાએ આચાર્યભગવાન સ્વસ્થ બેઠા હતા ત્યાં ગબલવડે તેઓશ્રીને પ્રતીત થયું કે તેમના શરીરનાં માતુશ્રી માંદાં થયાં છે, ને તેઓ પિતાનું સ્મરણ કરે છે. આવી પ્રતીતિ થતાં તેઓશ્રીએ તુરત , પિતાના શિષ્યોને આ વાત કહી. પછી ત્યાંથી વિદાય થઈ કાલટીગામમાં પિતાના પૂર્વાશ્રમના ઘરમાં પિતાનાં માતુશ્રી પાસે પધાર્યા. પિતાનાં પૂર્વાશ્રમનાં માતુશ્રીના ચરણકમલમાં પ્રેમપૂર્વક પ્રણામ કરી આચાર્યભગવાન બોલ્યા:– માતુ બી ! તમારા સ્મરણ કરવાથી હું અહિં આવ્યો છું શોકને પરિત્યાગ કરીને મને કહે કે મારે તમારે માટે શું કરવું ઉચિત છે ?” પોતાના પરાક્રમી પુત્રનાં એવાં વચને. સાંભળી, તથા લાંબે સમયે સુખરૂપ સ્થિતિમાં પિતાને ઘેર આવેલા તેમને જોઈ, તેમનાં માતુશ્રીએ અશક્તિને લીધે ધીમે સ્વરે કહ્યું -“ હે પવિત્ર પુત્ર ! મેં મારા શરીરની આવી સ્થિતિમાં તને જે એ બહુ સારું થયું. તેં તારું વચન પાળી મને બહુજ સતેષ આપે. હવે હું જીવી શકું એમ નથી, માટે મારું કલ્યાણ થાય એવું કાંઈ મને કહે, અને મારું શરીર પડયા પછી મારા શરીરને વિધિપૂર્વક અગ્નિસંસકાર કરી પછી ઘટે તેવી ક્રિયા કરવાની વ્યવસ્થા કરજે.” આવાં પિતાનાં માતુશ્રીનાં સ્નેહ ને શુભાશાવાળાં વચનો સાંભળી -