________________
થયું. ત્યાં બાજુના ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્ય શ્રી “અબ હમ અમર ભયે ન મરેગે” એ પૂજ્ય આનંદધનજી મહારાજનું પદ ગાઈ રહ્યા હતા. એ પદ પહાડી અવાજમાં સાંભળતા તેઓશ્રીના પ્રથમવાર દર્શન-વંદનને લાભ મળ્યો. આ પ્રથમ પરિચય થયા પછી અવાર-નવાર સૌરાષ્ટ્રના સત્તર ચાતુર્માસ દરમ્યાન ગૃહસ્થ જીવનમાં વલ્લભીપુર, રાજકોટ, જામનગર, ભાવનગર, શિહોર એમ જૂદા જૂદા, સ્થળોએ તેમ જ સાધુજીવનમાં સં. ૨૦૩૮ની સાલમાં ઈર્લાબ્રીઝ-મુંબઈ શ્રી, નગીનદાસ જૈન પૌષધંશાળામાં એક ધારા પંદર દિવસ તેઓશ્રીના આધ્યાત્મિક પ્રવચન સાંભળવાની તક મળી હતી.
અવારનવાર સુખ-શાતાના પત્રે આવે ત્યારે પણ આત્માને પ્રેરણ મળે તે રીતનું લંબાણ તેઓશ્રી કરતાં. – સં. ૨૦૪૨ અષાઢ સુદ-૭નાં જૈનનગર અમદાવાદથી તેઓશ્રી પત્રમાં જણાવે છે કે – “હમણું હમણું મારી તબિયત નરમ રહે છે. મારી જિંદગીને લાંબા ભાસે નથી. અંતિમ આરાધનાને સમય હવે આવી પહોંચ્યો છે નમિરાજર્ષિ જેવા મહાપુરુષ થઈ ગયા જેઓ સદેહી છતાં વિદેહી જેવા હતા. મૂક્તજીવન સ્થિતિને અનુભવનારા હતા. દેહાધ્યાસ જે બહુ બૂરી દશા છે. દેહાધ્યાસ જેને છૂટી જાય તે જીવ કર્મને કર્તા ને ભક્તા મટીને પરંપરા જ્ઞાતા ને દષ્ટ બને છે. જીવની અંદર સત્તાગત જે અનંતજ્ઞાનાદિ ગુણ રહેલા છે તે જે પ્રગટ થઈ જાય તે જીવ ત્રણ ભુવનને બાદશાહ બની જાય. પોતાના જ વૈભવના માલિક જીવે બનવાનું છે. જીવની ખરી પ્રભુતા ત્યાં છે. તે
આ તે માત્ર એક દષ્ટવ્ય નમૂના રૂપ લખાણુ, આવા અનેક અધ્યાત્મક લખાણ પત્ર દ્વારા તેઓએ અમ ઉપર તથા અનેક ભવ્ય જીવને શાંતિ–શાતા સાથે અનંત ઉપકાર કર્યા છે.
હે! સૂરિદેવ આપ તે અનત ઉપકારી! બિહાર, બંગાળ, ઓરિસ્સા, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મેવાડ, મારવાડ વગેરે ક્ષેત્રોમાં હજારો માઈલોને વિહાર કરી પ્રેબુવાણીના માધ્યમથી સંઘ-સમાજ સર્વ પર સારે ઉપકાર કર્યો છે. સાથે સાથે વ્યાખ્યાન શ્રવણ પછીના
|
ધર્મક્રિયાઓના લેપ કરનાર મહાપાપી છે.
---- ----- ----- - ૨૧