________________
જૈનશાસનમાં વિદ્યમાન અનેક મહાપુરુષોમાંના એક અદ્વિતીય કેટીના મહાપુરુષ હતા. અનેકવિધ ગુણેના ખજાના. “નીડરતાએ એક અત્યંત પ્રસંશનીય, અનુકરણય ગુણ હતો. કેઈની ય શેહશરમમાં તણાયાવિન શાસન ને શાસ્ત્રને વફાદાર રહેવાની વૃત્તિ જેમના જીવનમાં રામામમાં વ્યાપ્ત હતી.
હજારોની મેદનીમાં જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે “આગમે અને સિદ્ધાંત”થી યુકત અમોધવાણી સાંભળીને ૫ ગુરુદેવની અગાધશક્તિ ઉપર શ્રોતાઓ આફ્રિી થતાં. એવી અજોડ શૈલીના વ્યાખ્યાતા હતા. એવી સિંહગર્જના વ્યાખ્યાનમાં નહીં સંભળાય!
શાસન સૂરક્ષક વીરપુરુષ, સિદ્ધાંત સમર્પક વિદ્વાન પુરુષની આવશ્યકતા હજી ચે હતી, પણ શું થાય ? આવા એક નહીં પણ અનેક ગુણે નમ્રતા, વચનસિદ્ધતા વગેરે હતા છ'રી પાલિત સંઘ કઢાવવા, બે સંઘના સંઘર્ષનું નિરાકરણ–એક્યતા લાવવી, એવા અત્યંત સહજતાથી કાર્યો કરનાર હવે કેશુ? સર્વ રીતે તારકગુણ ગુરુદેવની રૂપરેખા વ્યક્ત કરવા અમે બિલકુલ શક્તિહીનઅસમર્થ છીએ.
રહમાં ભયંકર વ્યાધિ હોવા છતાં ય તેમની સમાધિ ભદ્રકર હતી. તેઓશ્રીની વિદાયથી શાસનરસિક આત્માઓ, જૈન-જૈનેતરને અવર્ણનીય અઘાત થયેલ છે. શાસનને, સંઘને, અમારા સમુદાયને ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. અસમર્થ એવી હું...અ૫માત્ર ગુણાનુવાદ કરી વિરમું છું.
શાસન દેવને પ્રાર્થના, અમારી એ અભ્યર્થના. સદા અમો પર સ્વર્ગથી
અદેશ્ય કૃપાના કિરણે વરસાવે ગુરુચરણ–વંદનાજલિ ગાવે.
સાધ્વીશ્રી અનંતપ્રભાશ્રીજી
ષચ ને ઇંદ્રિયેથી જિતાયેલો આત્મા જ સંસાર છે કષાચાને જીતનારે આત્મા મેક્ષ છે,