________________
ર૮ ૨૩ શ્રી વર્ધમાન શાશ્વતજિનની ટૂંક
બધું ઉપર મુજબ છે. ૨૪ શ્રી સુમતિનાથ ભગવાનની ટૂંક
વિશાળ ચોરા ઉપર નાની દહેરીમાં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. તે સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર કરાવી છે. પ્રતિષ્ઠા૫ક છે તપાગચ્છના સર્વસૂરિઓ. સં. ૧૯૩૧ માં ગુજરાતી સ જીર્ણોદ્ધાર કરાવ્યા છે. તેની પ્રતિષ્ઠા વિજયગચ્છીય ભટ્ટારક જિનશાન્તિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૨૫ શ્રી શાંતિનાથ ભગવાનની ટૂંક
માટે ચાર છે. ત્યાં ચડવા માટે ઇંટ-ચૂના તથા આરસનાં પગથિયાં છે. આરસની નાની દહેરીમાં શ્યામવર્ણ ચરણપાદુકા છે. તેની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચન્દ્ર કરાવેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ ભગુભાઈ પ્રેમચંદ ‘અમદાવાદવાળાએ કરાવેલ છે. તેની પ્રતિષ્ઠા વિજ્યગચ્છીય ભટ્ટારક શ્રીજિનશાન્તિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૨૬ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ટૂંક - દશકુટ ઊંચા ગેળ ચેરા પર નાની દહેરીમાં વીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનની ચરણપાદુકા છે. તેના પર એ લેખ છે કે સં. ૧૯૨૪ માં મુર્શિદાબાદ નિવાસી શેઠ ધનપતિસિંહજીએ જીર્ણોદ્ધાર કરાવ્યું. ફરી સં. ૧૯૩૫ માં કચ્છ-માંડવીવાસી જગજીવન વાલજીએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે. શ્રી મહાવીર પરમાત્માનું નિર્વાણ તે પાવાપુરીમાં થયેલું છે, પણ યાત્રિકે ના લાભાર્થે અહીં તેની સ્થાપના છે. ૨૭ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ટૂંક
અહીં સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. ચારાને પાયે નાખેલ છે, પણ કામ થયેલું નથી. તેની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર કરાવેલી છે. તેનો જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ ઉમાભાઈ હઠીસિંહે કરાવેલ છે. પ્રતિષ્ઠા વિજયગચ્છીય ભટ્ટારક શ્રીજિનશાન્તિસૂરિજીએ કરાવેલી છે. ૨૮ શ્રી વિમલનાથ ભગવાનની ટૂંક
વિશાળ ચોરા ઉપર આરસની નાની દહેરીમાં તેરમાં તીર્થકર શ્રી વિમલનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવી છે. જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શ્રી ગુજરાતી સંઘે કરાવે છે. તેની પ્રતિષ્ઠા શ્રી વિજય ગચ્છીય ભટ્ટારક શ્રીજિનશાન્તિસાગરસૂરિએ કરાવેલી છે.