________________
કુંડલપુર શ્રી ગૌતમસ્વામીજીની જન્મભૂમિ છે. અને શ્રી મહાવીર ભાગવાન વિશાલામાતાની કુશીમાં આવ્યા પહેલાં અહીં દેવાનંદાની કુસીમાં આવેલી. મહારાજા અશોકના વખતની વિદ્યાપીઠે જમીનમાં દટાએલી ખાદી કાઢવામાં આવેલી છે. જે અત્યારે જોવા મળે છે. ગામના મધ્યભાગમાં ધર્મશાળા છે. તેમાં એક મોટું જિનાલય છે. મૂળનાયક શ્રી ષભદેવ ભગવાનની શ્યામવર્ણ પ્રાચીન પ્રતિમા તેમાં બિરાજમાન છે, બીજી છ પ્રતિમાઓ તથા શ્રી ગૌતમસ્વામીની ચરણપાદુકાઓ છે.
રાજગ્રહી શ્રી શ્રેણિક મહારાજાની રાજધાની અહિ હતી શ્રી વીર ભગવાને વણાં ચોમાસાં કરેલાં છે. પાંચ પહાડે વિભારગિરિ, વિપુલગિરી, ઉદયગિરિ, સુવર્ણગિર અને રત્નગિરિથી શોભતી આ નગરી ઘણી જ દેદીપ્યમાન છે. અહીં ગરમ પાણીના કુંડે છે. લાગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનાં ચાર કલ્યાણક અહિં થયેલાં છે. શ્રી શ્વેતામ્બર ધર્મશાળા છે. તેની સામે જિનમંદિર છે. જેમાં શ્રી મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીની પં. ૧૧૧૦ ની સાલની પ્રાચીન અને પ્રભાવશાલી પ્રતિમા છે. ધર્મશાળાથી એક માઈલ ચાલતાં ગરમ પાણીના ૧૦૮ કુડે આવે છે. જેમાં કુદરતી ગરમ પાણી વહ્યા કરે છે. કુંડ બે ભાગમાં વહેચાયેલ છે. અને બાજુમાં પાંચ પાડે રહેલાં છે.
શ્રી વિપુલગિરિજી (૧) અહિં પ્રાચીન સમયની નાની દહેરી અને એક મંદિર છે. મંદિરમાં ત્રણ દેરીઓ છે. વચલી દેરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની (કસોટીની) કાવ્ય પ્રતિમા છે. બાજુમાં બને બાજુએ ભગવાનની ચરણપાદુકાઓ છે.
રત્નાગિરિજી. (૨) શ્રી વિપુલગિરિની પાછલા ભાગમાં આ પહાડ છે. આ પહાડ ઉપર ઉત્તરાભિમુખ શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર છે. વચ્ચેના સ્તૂપ ઉપર શ્રી શાંતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય અને શ્રી નેમિનાથ લાગવાનની ચાર ચૌમુખી પ્રતિમાઓ છે.
શ્રી ઉદયગિરિજી. (૩) આ પહાડ ચડે કઠીન છે. અહિં પૂર્વાભિમુખ કિલ્લામાં આવેલ પશ્ચિમાભિમુખનું મંદિર છે. તેમાં મૂળ, નાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂતિ ફણાના કળામય વળાંકથી બનેલા છત્ર નીચે બિરાજમાન છે. જમણી ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ અને મુનિસુવ્રતસ્વામીની પાદુકાઓ છે. અહીં ભગ્નાવશેષ જિનમંદિરો જેવામાં આવે છે.
શ્રી સુવર્ણગિરિજી (૪) શ્રી આદિશ્વર પ્રભુનું નાનું સુંદર જિનાલય છે.
વૈભારગિરિ (૫) પહાડ પાસે જતાં જ શ્રમણ ભગવાન શ્રી મહા
ક