________________
વીર સ્વામીની શ્યામવર્ણની પ્રતિમાજી છે. ઉપરમાં ચાર જિનમંદિર છે. મુખ્ય મંદિરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની ભવ્ય પ્રતિમા છે. આ મંદિરથી છેડે દૂર બીજું મંદિર છે. તેમાં શ્રી શાન્તિનાથ પ્રભુ, શ્રી કુંથુનાથ પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ એમ ચારે પ્રભુની ચરણપાદુકા છે. ત્રીજા મંદિરમાં શ્રી ધન્નાજી અને શ્રી શાલિભદ્રજીની કાઉસગ ધ્યાનમાં મૂર્તિઓ છે. અને ચોથા મંદિરમાં ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુ અને તેમનાથ પ્રભુ ની ચરણપાદુકાઓ છે. પહાડની નજીકમાં શાલિભદ્રજીને કુ, વીરપષાળ, મહારાજાને મહેલ, નંદમણિયારની વાવ દષ્ટિગોચર થાય છે.
આ રીતે પાંચ પહાડનું વર્ણન પૂર્ણ થાય છે.
આજ રાજગૃહીમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનને જન્મ થયેલ છે. શ્રી જબૂવામી, શ્રી શાલીભદ્રજી ધનાશા, પૂણિ શ્રાવક, મેઘકુમાર કયવન્ના શેઠ, નદિષેણ, સુલસા. શ્રાવિકા વિગેરેને જન્મ અહીં જ થયેલ હતું. અભયકુમારની દીક્ષા, પ્રસનચંદ્ર રાજર્ષિ કેવલજ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત થયેલ હતું, શ્રી શાલિભદ્રજીએ ચારિત્ર લઈ આત્મકલ્યાણ અહીં જ સાધ્યું હતું.
કપીલપુર–અહિં વિમળનાથ ભગવાનના ચાર કલ્યાણક થયા છે. આ તીર્થ અાપ્યા નજીકમાં છે.
હસ્તીનાપુર–શ્રી શાંતિનાથ પ્રભુ, યુનાથ અને
અરનાથ પ્રભુના મેક્ષ સિવાયના ચાર કલ્યાણક અહિં થયેલ છે.
કૌશામ્બી, ભીલપુર, સાવથી અને એ ત્રણેમાં અનુક્રમે પદ્મપ્રભુ, સુવિધિનાથ, સંભવનાથ અને મિથિલામાં મલ્લિનાથ અને નવિનાથ પ્રભુના ચાર કલ્યાણક થયેલા છે પણ હાલ આ ચાર તીર્થ વિછેદ થયેલા છે.
કૌશાંબી તથા ભીલપુરમાં અવશેષ મળી આવે છે. આ તીર્થનો ઉદ્ધાર કરવો જરૂરી છે. કૌશાંબીમાં પ્રભુ મહાવીરને દાન દેતી ચદનબાળાની મૂર્તિ પણે વિદ્યમાન છે અલ્હાબાદથી મોટર જાય છે. આ બધી કલ્યાણભૂમિ પૂર્વ ભારતમાં આવેલી છે.
સૂચના. (૧) “માણસ માત્ર ભૂલને પાત્ર” એ કહેવત અનુસાર આ પુસ્તકમાં કેઈપણ જગાએ ભૂલ રહી ગયેલ હોય જેથી પૂજ્ય મુનિવરે તથા સાઇબ્રીજી મહારાજને વિહાર વખતે આગળના વિહારની વિગતથી ટાઈમે ટાઈમે જાણકાર રહેવા વિનંતિ કરૂં છું.
(૨) જ્યાં જ્યાં ઉતરવાની જગ્યા ખાલી બતાવી છે. ત્યાં ત્યાં નિશાળમાં ઉતરવું
028