Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 356
________________ ૨૦૧૨ ના ચૈત્ર સુ. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દૂકના જીર્ણોદ્ધારની શરૂઆત થઈ. આજે લગભગ પાંચવર્ષના ટૂંકા સમયમાં સમિતિએ આ ભગીરથ કાર્ય પૂર્ણ પણ કરાવ્યું. જલમંદિરમાં મૂળનાયક પાશ્વપ્રભુ વિગેરે નવ પ્રતિમાજી અને આ તીર્થ ઉપર મુક્તિપદ પામેલા વીશ તીર્થકરોની પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રસંગ શાસન શોભા વધે તેવી રીતે કરાવવાનું નકકી કરી પરમપૂજ્ય આગમ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર અ ચાદેવશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ. તથા આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટધર ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી મ. તથા રોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.ના પટ્ટધર આચાર્યદેવશ્રી કીતિસાગરસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મ. તથા ગણીવર્ય શ્રી ચિદાનંદસાગરજી મ. તથા સા. શ્રી. રંજનશ્રીજી મ. ની શુભનિશ્રામાં વીર સંવત ૨૪૮૭ વિક્રમ સંવત ૨૦૧૭ ના મહા વદ ૭ ને બુધવાર તા. ૮-૨-૧૯૬૧ ના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યું. આ પ્રસંગે મુનિ ભગવત અને તપાવી વિદુષી સા. શ્રી. રંજનશ્રીજી મ. આદિ સાધવી મહારાજે મળી લગભગ ૧૦૦ સાધુ, સાધવજી અને લગભગ ૧૫૦૦૦, ભાઈ બહેને પધારેલ. આ અંજનશલાકા પ્રતિષ્ઠાના વિધિ વિધામાં સુરતનિવાસી વયેવૃદ્ધ બાલુભાઈ, ઉત્તમચંદ કાપડીઆ પધારેલ, આ જીર્ણોદ્ધાર અને દરેક કાર્યને અથથી ઇતિ સુધી પાર પમાડનાર સમિતિના સભ્યશ્રી રાજેન્દ્રકુમાર માણેકલાલ-અમદાવાદ શ્રી પાનાચંદ સાકરચંદ મદ્રાસી-સુરત શ્રી રાયચંદ ગુલાબચંદ–અચ્છારી. શ્રી છેટમલજી સુરાણા-કલકત્તા. શ્રી નરેન્દ્રસિંહજી સિધી-કલકત્તા. શ્રી નેમચંદ ઝવણચંદ-બાજીપુરા, * શ્રી નિર્મલકુમાર નવલખા-કલકત્તા. શ્રી ચંદુલાલ નાગરદાસ-અમદાવાદ - શ્રી રમણલાલ દલસુખભાઈ-ખંભાત. શ્રી ચીમનલાલ ગોકળદાસ-અમદાવાદ. શ્રી ગોવિંદજી જેવત છેના-મુંબઈ શ્રી રતીલાલ ગોરધનદાસ-મદ્રાસ આ જલમંદિર તથા દેરીઓના જીર્ણોદ્ધારનું બાંધકામ સોમપુરા અમરચંદ નાનચંદ ભગત પાલીતાણું વાળાના સુપુત્ર શિલ્પી લાભશંકરે કરેલ છે. કલ્યાણ મરતુ શુભ ભવતુ શી છે

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361