________________
નગરીમાં થયેલ હતું. સતી સુભદ્રાના શીયલના પ્રભાવે આજ ચંપાનગરીના દ્વાર ખુલેલ હતાં. શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં પાંચ કલ્યાણક અહીં થયાં હતાં. આ એકજ એવી નગરી છે જ્યાં એક ભગવાનનાં પાંચેય કલ્યાણુક થયાં છે.
કાકડી અહીં શ્રી સુવિધિનાથ ભગવાનનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે.
ક્ષત્રિયકુંડ અહી ભગવાન શ્રી મહાવીરસ્વામીના ત્રણ કલ્યાણુક થયા છે. પ્રક્ષાલમાં અંગલુછણાની જરૂર રહેતી નથી. પ્રતિમા અલૌકિક અને ચમત્કારીક છે. ભગવાનની પ્રતિમા ઘુમટ નીચે ચૈત્યવંદન કરવાની જગ્યાએ રાખવામાં આવી છે. કહે છે કે ભગવાનની પ્રતિમા ગભારામાં બેસાડવા પ્રયાસ કરતાં ચમત્કાર થવાથી પ્રતિમા અત્યારે છે, ત્યાં જ ફરી બિરાજમાન કરી હતી.
ગુણીયાજી અહીં શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન થયું હતું. તળાવની વચ્ચે દેરાસર છે. અહીં પણ ચમત્કાર થતાં સાંભળવામાં આવે છે.
પાવાપુરી અહીં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મેક્ષ કલ્યાણુક થયેલ છે. તળાવની વચમાં ભગવાન મહાવીરસ્વામીને
અગ્નિસંસ્કાર કરેલ હતું. ત્યાં તેમનાં પગલાં છે. અહીં ખાસ દિવાળીમાં દશનને લાભ લેવા ગ્યા છે. અહીં જલમંદિર, ગામમંદિર, મેતાકુમારી મંદિર તથા સમ વસરણ (કે જેમાં ચરણ પાદુકા છે.) તેમજ દેઢેક માઈલ દર સમવસરણ મંદિર (જ્યાં પ્રભુએ દેશના આપી હતી.) એમ કુલ પાંચ મંદિર છે. ગામમાં તથા જલમંદિરમાં મળી ચાર ધર્મ શાળાઓ છે. પાવા અને પુરી આ અને ગામો એકેક માઈલના અંતરે છે. આ પવિત્ર તીર્થ પાવા ગામની મધ્યમાં આવેલું છે. અહીં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની અલૌકીક પ્રતિમા છે. ચારે ખુણામાં શ્રી વીર પ્રભુ, શ્રી સ્યુલીભદ્રજી, શ્રી ચંદનબાળા તેમજ દાદાજીની. ચાર ચરણપાદુકાઓ છે. ગામમંદિર એ પ્રભુના નિર્વાણનું અંતિમ સ્મારક છે.
જલમંદિર આ સુંદર જગ્યામાં શ્રી મહાવીર ભગવાનના દેહને અગ્નિસંસ્કાર કરેલ હતું. જલમંદિરમાં પ્રવેશ કરવા લાલ પથ્થરને બનાવેલ લાંબે પુલ છે. ત્યારબાદ શ્રી સંઘ મરમરના પથ્થરોથી બનાવેલું આ ભારતભરમાં અજોડ મંદિર છે. આ મંદિરમાં શ્રી મહાવીર ભગવાનની ચરણ પાદુકા છે. આજુબાજુમાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામીજીની ચરણ પાદુકાઓ છે. આ ગામનું મૂળનામ અપાપા હતું. પરંતુ શ્રી પ્રભુના નિર્વાણથી પાપા એટલે પાવા થયું, અને બાજુના પુરી નામના ગામથી પાવાપુરી પ્રચલિત થયેલું છે. સમવસરણ મંદિર હમણાં બનેલ છે.