________________
૨૧૮ [[૭]
આરોહણ કેટલાક પર્વત પર પ્રાતઃકાળમાં વહેલાં ચડી શકાતું નથી, કારણ કે તે વખતે હિંસક પશુઓ ભેટી જવાનો ભય રહે છે, પાવાગઢના પર્વત પર ખૂબ વહેલાં ચડતાં અમને વાઘને ભેટે થયે હતું અને દેવગુરુ-કૃપાએ જ તેનાં આક્રમણમાંથી બચ્યા હતા. પરંતુ આ ગિરિરાજ પર પ્રાત:કાળમાં વહેલાં ચડવાનુ જ શરૂ થાય છે, કારણ કે રસ્તામાં હિંસક પશુઓ ભેટી જવાને બિલકુલ ભય નથી.
ભેમિયાજીનાં મંદિરથી થોડે દૂર જતાં જ ગિરિરાજનું આરોહણ શરૂ થાય છે. અહીં આરોહણ અંગે બે શબ્દ લખીએ તે અનુચિત નહિ લેખાય.
આરહણ એટલે ઊંચે ચડવાની ક્રિયા ઊંચે ચડવું એટલે નીચી ભૂમિકાઓને છોડી ઉપરની ડ્યૂમિકાએ આવવું. વ્યવહાર અને પરમાર્થ ઉભયમાં આ ક્રિય નું ઘણું મહત્વ છે. સામાન્ય સ્થિતિનો મનુષ્ય આગળ વધે અને લક્ષમી તથા પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરે તો વ્યાવહારિક દૃષ્ટિએ એ ઊંચે ચડ ગણાય છે અને મિથ્યાત્વી સમકિતી બને, વિરતિ વત બને તથા કષાયને ક્રમશઃ જિતને જાય તે પરમાર્થ દષ્ટિએ એ ઊંચે ચડો ગણાય છે. ચૌદ ગુણસ્થાનકનો સમપ્તકમ આ દષ્ટિએ જ જાચેલે છે અને તીર્થયાત્રામાં તે પુનઃ પુનઃ દેષ્ટિ સમક્ષ રાખવાનો છે.
આહણમાં ઉત્થાન અને ઊર્વગમનને સકેત પણ રહે છે. જે ઉઠતા નથી કે ઉઠીને કામે લાગ નથી, તે ઊગમન કરી શકતા નથી. વળી કામે વળગ્યા પછી પણ જે પોતાનાં શારીરિકકાયિક બળને તેમાં રેડતે નથી તથા તે અંગે માનસિક ઉત્સાહ દાખવતું નથી, તેનું ઉદગમન થતું નથી. છેવટે માર્ગમાં આવતાં વિદનો જય કરવા ૧ ટે પરાક્રમ પણ પૂરેપૂરું દર્શાવવું પડે છે અને તે જ ઊર્ધ્વગમનની આખરી મંજિલે પહોંચી શકાય છે. સર્વ જિનેશ્વરોએ આ વાત સ્વમુખે કહી છે અને તેમાં જૈનધર્મની મૂળ ચાવી સમાયેલી છે.
ઉપર ચડવા માટે સાંકડી પણ સુંદર સડક બાંધેલી છે, પરંતુ ગતિમાન ભુજની જેમ તે વાંકાચૂંકા વળાંક લે છે અને લગભગ બે માઈલ સુધી આ પ્રકારે ચાલ્યા પછી તે યાત્રિકને ગંધર્વનાળા આગળ લઈ આવે છે. આ નામની પાછળ શું રહસ્ય છુપાચેલું છે, તે અમે જાણી શક્યા નથી, પણ આવા રમણીય તીર્થસ્થાનમાં ગાંધર્વ અને કિન્નરનું આવવું સહજ છે. વૃક્ષ ઘટાઓ, નદીઓ, નિષ્ઠરે તેમને ખૂબ ગમે છે, એટલે તેઓ આ નિર–નાળાને કિનારે બેસી પિતાનું દિવ્ય સંગીત છેડતા હશે અને જિન વરનાં ચરણને જુહારી પોતાના સ્થાને સીધાવતા હશે,