________________
૨૨૫
અહીં વીજળી પડવાથી બે-ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવો પડ્યો છે. પશ્ચિમ તરફ પર્વતની ખીણ છે. ૧૪ શ્રી અનંતનાથ ભગવાનની ટૂંક
એક ટેકરી પર ચેરસ ઓટા ઉપર ખુલ્લી જગામાં ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની શ્યામ પાદુકા છે. તેની સ્થાપના સં. ૧૮૨૫માં શાહ ખુશાલચંદ દ્વારા થયેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં થયેલું છે. પ્રતિષ્ઠા વિજયગછીય ભટ્ટારક શ્રી જિનશાનિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૧૫ શ્રી શીતલનાથ ભગવાનની ટૂંક
અહી ને ચઢાવ કઠિન છે. ટેકરી ઉપર વિશાળ ઓટા ઉપર બિલકુલ ખુલલામાં દશમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનની ચરણપાદુકા છે. તેની સ્થાપના-પ્રતિષ્ઠા સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવી હતી. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં ગુજરાતી સંઘે કરાવે છે. એ વખતે તેની પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાંતિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૧૬ શ્રી સંભવનાથ ભગવાનની કંક
ચૂના-ચક્કીના વિશાળ ઓટા પર આરસની શિખર બંધ દહેરીમાં ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનની કત ખંડિત પાદુકા છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં વિજયગચ્છીય શ્રી વિજયશાન્તિસાગરસૂરિજીએ કરાવેલ છે ૧૭ શ્રી વાસુપૂજ્ય સ્વામીની ટૂંક
ગોળ ચેરા ઉપર નાની આરસની દહેરી છે તેમાં બારમા તીર્થંકર શ્રી વાસુ. પૂજ્ય સ્વામીની ચરણ પાદુકા છે. તેના પર લખ્યું છે કે સ. ૧૯૨૪ ફાગણ વદિ પાંચમને બુધવારના રોજ તીર્થકર વાસુપૂજ્ય સ્વામીનાં પંચકલ્યાણકનો અહી ચરણન્યાસ કરવામાં આ અને મુર્શિદાબાદવાસી દુગડગોત્રીય પ્રતાપસિંહ ભાર્થી મહેતાબકુંવર જ્યેષ્ઠ સુત લક્ષ્મીપતિસિંહ કનિષ્ઠ ભ્રાતા ધનપતિસિંહજીએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનહિંસસૂરિજીએ કરાવેલી છે.
શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પંચકલ્યાણક તે ચંપાપુરીમાં થયેલાં છે, પણ અહીં યાત્રિકેના લાભાર્થે તેની સ્થાપના છે. ૧૮ શ્રી અભિનંદન સ્વામીની ટ્રેક
વિશાળ એટા ઉપર આરસની દહેરીમાં ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામીની ચરણપાદુકા છે. તેના પર શ્રીસંઘે ૧૯૩૩માં જીર્ણોદ્ધાર કરાવ્યાને લેખ છે. તેની પ્રતિષ્ઠા