________________
૨૦૨
વસ્તુ સમેતગિરિવર સમેતગિરિવર કરું વષાણુ, રસપૂરિ રસકુપિકા વિવિધ વેલી ઊષધી સેહઈ, અચચ્છ કપ દીયતે વષાણુ ત્રિભુવન મોહંઈક સયલ તીર્થમાં હિં, રાજિઉ એ સિધષેત્ર સુષધામ,
મહિમા પાર ન પામી ગઈ, વસિ વિલિ કરું પ્રણામ. ૫૩ સમેતગિરિવરની હું વારંવાર પ્રશંસા કરું છું. કારણું કે ત્યાં રસથી પૂર્ણ એવી રસકૂપિકા છે. રસકુંપિક તેને કહેવામાં આવે છે કે જેમાં એક પ્રકારને રસ એકત્ર થાય છે અને તેને ધાતુ પર પ્રવેગ કરતાં સદ્ય સુવર્ણની પ્રાપ્તિ થાય છે. ભૂમિમાં રહેલ વિવિધ પ્રકારની ધાતુઓ તથા રાસાયણિક પદાર્થોનાં મિશ્રણથી આમ બનવું શકય છે. એટલે આ ગિરિરાજનાં ઉદરમાં મૂલ્યવાન ધાતુઓ તથા રાસાયણિક પદાર્થો છુપાયેલા છે, એમ સમજવાનું છે. આ રસપિકાને આજે પત્તો નથી અને તે સામાન્ય માણ સેને મળે પણ નહિ. જેને વનસ્પતિ તથા રસાયણશાસાનું અદ્ભુતજ્ઞાન હોય, તેવા જ પુરુષે તેને જાણી-ઓળખી શકે.
અહી: વિવિધ વેલીઓથી સામાન્ય વેલીઓનું નહિ, પણ જગતમાં પંકાયેલી અમરેલી, કલ્પવેલી વગેરેનું સૂચન છે કે જેના વેગથી વસ્તુ ખૂટતી નથી તથા મન ગમતી વસ્તુની પ્રાપ્તિ થાય છે.
અહીં વિવિધ ઔષધિઓથી રામબાણ અસરકારક ઔષધિઓનું સૂચન છે કે જે મનુષ્યના વિવિધ રંગોનું જહદી નિવારણ કરે છે.
અહીં અછાંહમથી કઈ વસ્તુનું સૂચન છે, તે સમજાતું નથી, પણ તે કઈ અદ્ભુત વિટપ કે વૃક્ષ હશે.
વખાણિ એટલે હીરાની ખાણ, તે અહી હોવાનું સૂચન છે. એટલે તેમને આ બાબતની કઈ ચેકકસ માહિતી મળી હશે.
આ ગિરિરાજ સકલ તીર્થમાં શ્રેષ્ઠ છે, સિદ્ધક્ષેત્ર છે, અને સુખનું ધામ છે. તેના મહિમાને પાર નથી. માટે તેને હું ફરી ફરીને પ્રણામ કરું છું.'
જ્યાં ગાડી-ઝરણાંની વિપુલતા હોય, ત્યાં વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓનું હોવું સ્વાભાવિક છે. કવિéસસ પૂર્વ દેશીય ચિત્યપરિપાટીમાં કહ્યું છે કે“સાત કેસ છાંઈ વિસમી વાટ, વાઘ સિંહ હાથીનાં રાજ,
ચઢતાં સીઝઈ કાજતુ, જય જય ચ૦' ૨૯