________________
સ્વાધ્યાયમગ્ન સૂરિજીને વંદન
સૌરાષ્ટ્ર કેસરી” નીડરવક્તા, સ્વાધ્યાયમગ્ન પૂજ્યપાલ સ્વ. આચાર્યદેવશ્રી વિજયભુવનરનસૂરિશ્વરજી મ.સા.ને સંવત ૨૦૪૨ની સાલના ચાતુર્માસ માટે શ્રી ધર્મનાથ પિ. હે. જૈનનગર . મૂતિપૂજક જૈન સંઘે વિનંતી કરી હતી ને પૂજ્યશ્રીએ વિનંતીને સ્વીકાર કરીને ચાતુર્માસાથે પધાર્યા.
પણ શી ખબર છે કાલની પણ, કાલે શું થવાનું? કલ્પના પણ ન હતી કે પૂજ્યશ્રીનું આ અંતિમ ચાતુર્માસ હશે. ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીનું વાચ્ય નરમ રહેતું હોવા છતાં વ્યાખ્યાનમાં પોતાની આગવી શૈલીથી સિંહગર્જના કરતા હતા ત્યારે શ્રોત જને મંત્ર મુગ્ધ બની જતા હતા. તસ્વરસ ભરપુર આત્મસાત્ થાય તેવી તેમની રોચક વ્યાખ્યાન શૈલી હતી.
અનંત ગુણધારી તેઓશ્રીમાં નિસ્પૃહતા ને ખાસ તે તેઓશ્રીની દિનચર્યામાં તરી આવતે ગુણ તે સ્વાધ્યાયમગ્નતા જ હતા. સહનશીલતા રમુજીતા, વિનયશીલ, મક્કમબળના મનોરથી તેઓશ્રી હતા જ,
નાદુરસ્ત તબિયત હોવા છતાં આત્મબળથી પિતે શ્રેતાઓને જિનવાણું સંભળાવવામાં લેષ માત્ર પ્રમાદ પિષતા ન હતા. ચાતુર્માસ દરમ્યાન ધર્માનુષ્ઠાને ખૂબ સારી રીતે થયેલા.
જૈન શાસન સંઘને પૂજ્યશ્રીની ખેટ પડી તે નહીં પૂરી પડે. નહીં જ પુરાય. સદગત વિદેહી આત્માને શાંતિ અર્પે એ હાર્દિક શ્રદ્ધાંજલિ.
૧૪, પટલાલ હેમચંદ ઉપાશ્રય જેનનગર, નવા શારદા મંદિર રોડ, એલિસબ્રીજ અમદાવાદ-૭
શ્રી ધર્મનાથ પે. હે. જનનગર
. મૂર્તિ. સંઘ વતી કલ્યાણભાઈ ફડીયા
ઉપશમભાવ રૂપી રસાયણ સેવન થકી જ કર્મ બંધ રૂપ
મહાભયંકર વ્યાધિ મટે.