________________
ભાતુ અપાય છે. તલેટીની ચારે બાજુ પહાડે છે. તેથી આ સ્થાન રમણીય લાગે છે. વાઘ આ નાળામાં રાત્રે પાણી પીવા આવે છે. ત્યાંથી અધે માઈ જતાં સીતાનાળું આવે છે ત્યાંથી પહાડને ચડાવ શરૂ થાય છે. અઢી માઈલ ચડાવ ઉપર ગણધર શ્રી ગૌતમસ્વામીની દેરી આવે છે. તેની પાસે તીર્થની પોલીસકી છે. ગણધર શ્રી ગૌતમસ્વામીની દેરીથી ૧-ભ, ચંદ્રપ્રભુની , ૨-જળમંદિર અને ૩-ભ૦ પાર્શ્વનાથની ટુંક તરફ જવાના જુદા જુદા ત્રણ રસ્તા બનેલા છે.
આવી રીતે સમેતશિખરની યાત્રામાં છ માઈલને ચડાવ છ માઈલની પ્રદક્ષિણા અને છ માઈલનો ઉતાર એમ એક જ દિવસમાં અઢાર માઈલ ચાલવાનું હોય છે.
જળમંદિર અને સીતાનાળામાં પાછું મળે છે. ગર્વનાળાની તળેટીમાં ધર્મશાળા માં પાણી તથા ભાતાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ યાત્રામાં અઢાર માઈલ ચાલવાનું હોય છે. સૌ કેઈ અઢાર આંકડે સાંભળી યાત્રાને એકદમ કઠીન માની લે છે પરંતુ અનુભવ કહે છે કે–
ચડાવની સુલભતા, વનરાજિની રમણીયતા, અને યાત્રાની ભાવનાને માનસિક ઉત્સાહ તે કઠિનતાને એકદમ સરલરૂપે પરિણુમાવે છે.
અમોએ વિ. સં. ૧૯૮૬ ચિ. સુ. ૧૩ ને દિવસે સમેતશિખરજી તીર્થની પહેલી યાત્રા કરી હતી. ત્યારે અમને યાત્રામાં જે સમય લાગ્યું. તેની અમે નોંધ લેવરાવી હતી. તે આ પ્રમાણે છે. આ ઉપરથી યાત્રિક યાત્રાની સરલતાને ખ્યાલ બાંધી શકશે.
અમે ચે. સુ. ૧૨ ની સાંજે મધુવનથી નીકળી ગંધર્વનાલાની ધર્મશાળાએ જઈ રાત રહ્યા. અને ત્યાંથી સવારે ૫-૩૦ વાગે યાત્રા માટે વિહાર કર્યો સમયદર્શન સ્થાન
સમય ગંધર્વનાલુ સીતા નાલુ ગણધર ગૌતમસ્વામી
૬-૪૦ ચિત્ય ૦-૧૫ મી. મુનિસુવ્રત સ્વામી
૭-૫ અનંતનાથજી
૭-૧૨ ચંદ્રપ્રભુજી
૭-૩૫ (૯૦) અભિનંદસ્વામી
૮-૧૧ જળમંદિર
૮-૩૦ (દૈત્ય ૦-૪૦)
સવાર
૫-૩૦