________________
શિખરનું સ્થાન પૂર્વભારતમાં એટલે બિહાર રાજ્યના હઝારીબાગ જિલ્લામાં આવેલું છે. આ બંને તીર્થો અતિ પવિત્ર છે, ગિરિસ્વરૂપ છે અને વરતીર્થની ખ્યાતિને વરેલાં છે. તેમાં એક મહિમા વધારે અને બીજાને મહિમા છે એવું નથી. અને તુલ્ય મહિમાવાળા છે. આ વરતુ સત્તરમી સદીના કવિ પંજયવિજયજીએ સમેતશિખર તીર્થમાળામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે. સમેતાચવ શવું જઈ તલઈ સીમંધર જિણવર ઈમ બેલ
એહ વચન નવ લઈ વગેરે.
તીર્થસ્થાનમાં કલ્યાણક ભૂમિઓનું ઘણું મહત્વ છે. કલ્યાણક ભૂમિ એટલે જ્યાં * તીર્થકર ભગવંતનું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક કે નિર્વાણ કલ્યાણક થયેલું હોય. આ અપેક્ષાએ શ્રી શત્રુંજય કરતાં સમેતશિખરજીનું સ્થાન ચડિયાતું છે, કારણ કે શ્રી શત્રુંજયમાં કોઈ પણ તીર્થકર ભગવંતનું કલ્યાણુક ઘચેલું નથી, જ્યારે સમેતશિખરજીમાં વીશ તીર્થકરોનાં નિર્વાણ કલ્યાણક થયેલાં છે, તે વિશ તીર્થંકરના શુભ નામ આ પ્રમાણે જાણવા
(૧) શ્રી અજિતનાથ (૮) શ્રી સુવિધિનાથ (૧૫) શ્રી કુંથુનાથ (૨) શ્રી સંભવનાથ
શ્રી શીતલનાથ (૧૬) શ્રી અરનાથ (૩) શ્રી અભિનંદન (૧૦) શ્રી શ્રેયાંસનાથ (૧૭) શ્રી મહિનાથ (૪) શ્રી સુમતિનાથ (૧૧) શ્રી વિમલનાથ (૧૮) શ્રી મુનિસુવ્રત (૫) શ્રી પદ્મપ્રભ
(૧૨) શ્રી અનંતનાથ (૧૯) શ્રી નમિનાથ (૬) શ્રી સુપાર્શ્વનાથ (૧૩) શ્રી ધર્મનાથ
(ર૦) શ્રી પાર્શ્વનાથ (૭) શ્રી ચંદ્રપ્રભ (૧૪) શ્રી શાંતિનાથ
પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ કલ્યાણક અષ્ટાપદજી પર થયેલું છે; બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ-કલ્યાણક ચંપાપુરીમાં થયેલું છે બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ (નેમિનાઘ) ભગવાનનું નિર્વાણ કલ્યાણક ઉજજયંતગિરિ એટલે ગિરનાર પર્વત પર થયેલું છે અને વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું નિર્વાણ પાવાપુરીમાં થયેલું છે.
જ્યાં તીર્થકર ભગવંતને પાદસ્પર્શ થયે હેય, તે ભૂમિ પણ પવિત્ર ગણુાય છે, તે જ્યાં વિશ વીશ તીર્થપતિઓએ પિતાનાં પવિત્ર જીવનને અંતિમ સમય વિતાવ્યા હોય, જ્યાં દીર્ઘ અરુસણ કર્યા હોય અને જ્યાં શેકશીકરણ અવસ્થાને પ્રાપ્ત થઈ નિર્વાણપદને પામ્યા હોય, તે ભૂમિ કેટલી પવિત્ર માનવી ? તીર્થંકરનાં પગલે ચાલી