________________
આતમની અમરતાને ઝંખતી અમરેલીની ધરતી અને તત્ત્વ ભૂખી માનવમેદની..
સૌરાષ્ટ્રની આ આગવી ભૂમિ પર, સૈારાષ્ટ્રના કેસરીને નિકટની નિયતા ને આત્મીયતાથી સુણવા અઢારેય વર્ણના લોક થાકે થાક ઊમટયાં છે, કપાળવાડીના ખીચોખીચ ભરાઈ ગયેલા વિશાળ પ્રાંગણમાં હવે તસુ પણ જગ્યા બચી નથી. ના, આ માત્ર “જૈનના મહારાજ” નથી આતે લેકસમસ્તના-ગામસમસ્તના જગમતના મહારાજ! એમણે જનજનને એવું તે ઘેલું લગાડયું છે કે સૈને એ “પતાના” લાગ્યા છે. આવા આ જનસમૂહની મેદની નીરવ નિસ્તબ્ધ શાંતિપૂર્વક તેમના મનમાનીતા મુનિરાજની મંગળવાણી સુણી રહી હતી, એના શબ્દ શબ્દને ઝીલી રહી હતી, અંતર ઊંડે સંઘરી રહી હતી
આ પંકિતલેખક પણ પિતાના તપકારક પૂજ્ય પિતાશ્રીની જોડે ત્યાં પહોંચ્યો હતો. આ મુનિશ્રીનાં દર્શન અને વાણી-શ્રવણને એ પ્રથમ જ પ્રસંગ હતો.
સાંભળતાં જ અંતર આંદોલિત થઈ હચમચી ઊઠેલું. પ્રથમ-શ્રવણે જ થયેલું
“વાણ ઘેડા સુનિજનોની સાંભળેલી, પણ આ વાણી તે કોઈ નિરાળી જ! પ્રસન્ન, ગભીર ને પ્રશાંત મુનિપુંગવની આ વાણુમાં પ્રસાદ, ઓજ અને માધુની સાથે સાથે વિદ્યા, વિરાગ અને વીતરાગતાની જાણે ત્રિવેણી વહી રહી છે.”
એને આગળ સુણતાં સુણતાં થતું ગયેલું કે
“આ વાણી કેવી અદભુત છે! અંદરથી આત્મતત્વની અનુભૂતિ અને બહારથી એને રજૂ કરતી મધુર અવાજની બુલંદી!!” આ બંનેને મેળવીને તવ વિષયને ગંભીર છતાં સાવ સરળ કરી શ્વેતાના હૈયા સેસર ઉતારી દેવા તેઓશ્રી જે વાતાવરણ ઊભું કરી રહ્યા હતા તે અલૌકિક હતું, મારા પૂરતું તે અભૂતપૂર્વ હતું. તીર્થકર ભગવતેની, દિવ્ય સમવસરણમાં ગૂંજતી અને માલકૌસ જેવા રોગમાં વહેતી અનંતો
મોન એ જ મુનિભાવ.