________________
મહા વદિ ૩ તા. ૩-૨-૬૧ શુક્રવારથી મહા વદ ૬ તા. ૭–૨–૬૧ મંગળવાર સુધી પ્રતિદિનની નકારશી માટે રૂ. ૧૫૦૦૧ પંદર હજાર એક
મહા વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારની નકારશી માટે રૂ. ૨૧૦૦૧ એકવીશ હજાર એક
મહા વદિ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારની નકારશી માટે રૂા. ૧૦૦૦૧ દશ હજાર એક આ પ્રમાણે ઉપરની વસ્તુઓની નકરાની રકમ નિર્ધારિત કરેલ છે.
શ્રી સમેતશિખર એ જૈનોનું મહાતીર્થ છે. આવા મહાતીર્થની પ્રતિષ્ઠાને પ્રસંગ સેંકડે વર્ષ બાદ કઈક જ વાર આવે છે, તે પુણ્યવાન પોતાની લક્ષમીને આવાં પવિત્ર કાર્યમાં ખચ સફળતા ઉપાર્જન કરે.
લિ. શ્રી સમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિ હા. રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાલા
કે. ગોપીપુરા, આગમ મંદિર, સુરત મેઘનું આગમન મયુરને માટે પરમ આનંદનું કારણ બને છે, તેમ આ પત્રિકાનું પ્રકાશન સમસ્ત ભારતવર્ષના ભાવિક વર્ગને માટે પરમ આનંદનું કારણ બન્યું અને તે અત્યારથી જ શુભ મનેરો કરવા લાગ્યા. જેઓ લક્ષમીની ચંચળતા જાણી ચૂક્યા હતા અને તેને સન્માર્ગે વ્યય કરવાની ભાવનાવાળા હતા, તેમણે પ્રભુજીને પધરાવવા માટે, ભાતા માટે કે નકારશી માટે પિતાના નામ સમિતિ તરફ મોકલવા માંડયા. જેઓ આ મહોત્સવમાં સદેહે ભાગ લેવાની ભાવનાવાળા હતા, તેમણે સમિતિને અનેક જાતની પૂછપરછ કરવા માંડી. સ્પેશ્યલ ટ્રેઈન અને ડબ્બાવાળાઓએ આ પ્રસંગે સ્પેશ્યલ ટ્રેઈન કે . ડખા લઈ જવાની ચેજના ઘડી તે માટે રેલવે અધિકારીઓને અરજી કરી તેની મંજૂરી માગી. સંઘે, સંસ્થાઓ, મંડળ વગેરેમાં આ સમાચારે એક જાતની હલચલ મચાવી દીધી અને ભારે ઉત્સુક્તા પેદા કરી. - પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતને આ પ્રસંગે પધારવા માટે આગ્રહભરી વિનતિ થયેલ હોવાથી તેઓશ્રીએ સં. ૨૦૧૬ ના મહા વદિ ૨ રવિવારના રોજ અમદાવાદથી શુભ પ્રયાણ કર્યું. ઉગ્ર વિહાર દ્વારા તેઓશ્રી નાગપુર પધાર્યા. સં. ૨૦૧૬ નું ચાતુર્માસ ત્યાં વ્યતીત કરી તેઓશ્રીએ તેમજ હિંગનઘાટ ચાતુર્માસ રહેલ પૂ. ઉપાટ દેવેન્દ્રસાગરજી (હાલના આચાર્ય દેવેન્દ્રસાગર સૂરિજી મ. આદિઠાણુએ. પિતાને વિહાર શ્રી સમેતશિખરજી મહાતીર્થ ભણું લખાવ્યો.