________________
૨૫૮ આજ રીતે કલ્યાણક ભૂમિએ વગેરે અસલી જૈન તીર્થોને વારસે પણ તામ્બરે શ્રમણ સંઘને મળે છે. તેણે આ વારસાનું પણ આજસુધી રક્ષણ કર્યું છે. (સદર જૈન ઈતિહાસ પ્રક-૧ પૃ. ૪૫ થી ૬૨)
વેતામ્બર મંદિરમાં લગોટી વાળી કે લંગોટી વગરની પદ્માસન વાળી કે અર્ધ પદ્માસન વાળી અને બેઠી કે ઉભી એ દરેક જાતની જિન પ્રતિમાઓ જિનચરણે અને ચરણચિહે વિગેરે સ્થાપિત હોય છે. પણ એક વાત ચોક્કસ છે કે તે સર્વે શ્વેતામ્બર જૈન આચાર્યોએ કરેલ પ્રાણ પ્રતિષ્ઠાવાળા હોવા જોઈએ. શ્રાવકે તેની વિવિધ રીતે પૂજા
આ જૈન તીર્થો ઉપર બીજાઓ તરફથી જ્યારે જ્યારે આક્રમણ થયાં છે. ત્યારે ત્યારે તેઓને બચાવવા માટે શ્વેતામ્બર જૈનાચાર્યોએ ઘણું મહેનત ઉઠાવી છે. ઈતિહાસમાં તેના છૂટા છવાયા ઉલ્લેખ પણ થયા છે.
જેમકે–આ. વાસ્વામીએ વિ. સં. ૧૬૦ માં શત્રુજ્ય તીર્થને મિથ્યાત્વીઓના હાથમાંથી છેડાવ્યું. (સદર ઈતિહાસ પૃ. ૨૮૯)
આ. સિદ્ધસેનસૂરિએ અવનિ પાર્શ્વનાથનું તીર્થ પાછું વાળ્યું. (સદર ઈતિહાસ ભા. ૧ પૃ. ૨૫૧ )
આ. સમુદ્રસૂરિએ આશરે વિ. સં. ૫૦૦ માં નાગદાતીર્થને દિગમ્બરેના આક્ર. મણથી બચાવ્યું. (સદર ઈતિહાસ પૃ. ૪૧૩).
આ. પ્રદ્યુમ્નસૂરિ વિગેરેએ પૂર્વદેશના સર્વ તીર્થોને હસ્તગત કર્યા. (સદર ઈતિહાસ પૃ. ૫૦૩, ૫૦૪).
આ. બપભદ્રિએ આશરે વિ. સં. ૮૯૦ માં ગિરનાર તીર્થને દિગમ્બરોના હાથમાંથી છોડાવ્યું. તેમણે કવેતામ્બર તીર્થો તથા દિગમ્બર તીર્થોને જુદા જુદા તારવી આપ્યાં. અને ભવિષ્યમાં ઝઘડો ન ઉઠે એવી મર્યાદા બાંધી. (સદર ઈતિહાસ પૃ. ૩૨૫, ૫૩૩)
આ. બલિભદ્રે ગિરનાર તીર્થને રાખેંગારની આપખુદી સત્તામાંથી બચાવ્યું. (સદર ઈતિહાસ પૃ. ૫૭૫)
આ. ધર્મઘોષસૂરિએ ગિરનાર તીર્થને દિગમ્બરની કનડગતમાંથી યુક્તિ પૂર્વક બચાવી લીધું. (સદર ઈતિહાસ પ્રક. ૪૬. પૃ. ૪૦૬)
અને જગદગુરુ આ હિરવિજ્યસૂરિએ મહાતીર્થ શત્રુંજય, કેશરીયાજી વિગેરે જૈન તીર્થોને મુસ્લિમ અત્યાચારથી બચાવ્યા વિગેરે વિગેરે. (સદર ઈતિહાસ પ્રક-૪૪ પૃ.૧૧૯)
આ ઈતિહાસને પાને ચડેલા ઉલ્લેખ છે. પરંતુ આવા આવા તીરક્ષાના ઘણા ય