________________
૧૮૩
મોટી સંખ્યામાં રહે છે. પરંતુ ખુબીની વાત છે કે તે કઈપણ યાત્રાળુને નુકશાન કરતાં નથી. સમેતશિખરજીમાં આવી આવી ઘણી ચમત્કારી ઘટનાઓ બનતી હશે. યાત્રિક પિતાપિતાને અનુભવ જાહેરમાં મૂકશે તે જ તે સહુને જાણવામાં આવશે.
ટૂંકમાં આ મહાતીર્થ જેમ કલ્યાણક ક્ષેત્ર છે, સિદ્ધક્ષેત્ર છે તેમ ચમત્કારી ક્ષેત્ર પણ છે.
નાના નાના સમારકામ –સમેતશિખરને પહાડ જૈનેને ફરીવાર મળ્યો. તેને માટે ઉદ્ધાર પણ થયો. એટલે ત્યાં ઘણા જૈન સંઘ યાત્રાએ આવતા હતા. પણ
કે ઉપર તૃપિની દેરીઓ ખુલ્લી જમીનમાં હાઈ તેને સખત ઠંડી, અસહ્ય ગરમી, ભયંકર વાવાજોડું અને ધોધમાર વરસાદની મોટી મુશ્કેલી હતી.
ત્યાં વાંદરાઓનું નિરંકુશ સ્વતંત્ર કપિરાજ્ય છે. વાંદરાઓ દેરીઓમાં આવી આરામ કરે છે અને કુરસદ મળે કે “મહેનત કરો અને ખાઓ” એ ન્યાયે ચરણ પાદુકાઓને ઉખેડી નાખવા મહેનત કરે અને થોડા દિવસમાં તે ચરણપાદુકાઓ ઉખાડી દૂર હઠાવી દે. આવા સંજોગોમાં ઘણું દેરીઓની ચરણપાદુકાઓ ખસી ગઈ હતી એટલે હવે નવા જીર્ણોદ્ધારની ઘણું આવશ્યકતા હતી
આવી મુર્શિદાબાદ, કલકત્તા, અમદાવાદ તથા અજીમગંજ વિગેરેને જૈનોએ તૂટી ગયેલી દેરીઓને જીર્ણોદ્ધાર કરી તેમાં સં. ૧૯૨૫ સં. ૧૯૩૧ થી સં. ૧૯૩૩ સુધીમાં વિજયગચ્છના ભ. જિનશાન્તિસાગરસૂરિજી ખરતરગચ્છના ભ. જિહંસસૂરિજી તથા ભ. જિનચંદ્રસૂરિજી વિગેરેના હાથે ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આ જીર્ણોદ્ધારમાં
જન સંઘ સમેતશિખર મહાતીર્થમાં ભ. અષભદેવ, ભ. વાસુપૂજ્ય સ્વામિ, ભ નેમિનાથજી તથા ભ, મહાવીર સ્વામીની અને (૧) કાષભ (૨) ચંદ્રાનન (૩) વારિણ તથા (૪) વર્ધમાન એ ચાર શાશ્વતા તીર્થકરોની નવી દેરીઓ બનાવી. સં. ૧૯૪૨ થી ૧૯૪૯ સુધીમાં તપગચ્છના ભ. વિજયરાજસૂરિ. ખરતરગચ્છના ભ. જિનહંસરિ, ભટ્ટારક જિનચંદ્રસૂરિ તથા ખરતરગચ્છના મુનિ શ્રી હિતવલલભજીના હાથે તે દેરીઓ અને જિન ચરણે વિગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી.
તથા મધુવનમાં પણ બીજા નવા જિનાલયે વધારી તેમાં પણ જિન પ્રતિમાઓ જિન ચરણે વગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી. એકંદરે મધુવનમાં શ્વે. જેમ કેડીના કિલામાં (૧ ૨, ૩) ભગવાન, પાર્શ્વનાથજી, (૪) વીશતીર્થકરોની ચરઘુપાદુકા (૫) શુભ ગણધરની પ્રતિમા (૬) ગોડી પાર્શ્વનાથ તથા સંભવન. (૭) મુખ્ય મંદિરમાં શામળીયા પાર્શ્વનાથ, (૮) પાર્શ્વનાથ તથા ચૌમુખ પાર્શ્વનાથ (૯) ચંદ્રપ્રભુ અને (૧૦) સુપાર્શ્વનાથના જિનપ્રાસાદે બન્યા હતા.
બહારના ભાગમાં (૧૧) ગાધર કી સુધર્માસ્વામી અને (૧૨) મીયાજીનું મંદિર વિગેરે . જૈન મંદિરો બન્યાં હતાં. અને જૂના મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે.