________________
ચૌદ દિવસ--સાહ વદિ પર
આજે સવારમાં અંજનવિધિ થયેલ વીશ પ્રભુજીને વશ ડાળીમાં વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે ગિરિરાજ ઉપર લઈ જવામાં આવ્યા હતા. તે વખતનું દૃશ્ય ઘણું ભવ્ય હતું, કારણ કે ડોળી ઉચકનાર દરેક શ્રમિકને પૂજાને એક સરખે લાલ અને પળે પિશાક પરિધાન કરાવવામાં આવ્યા હતા.
જલમંદિરમાં પ્રભુજીને પધરાવ્યા બાદ નવગ્રહ પૂજન, દશદિપાલપૂજન, અષ્ટમંગલ પૂજન, નંદ્યાવર્ત પૂજન આદિ ઘણું ઉલ્લાસથી થયાં હતાં. દરેક ઉછામણીમાં ઉપજ ઘણી સારી થઈ હતી.
આજે શેઠ ચુનીલાલ તારાચંદ લોઢા, મગનલાલ તારાચંદ લોઢા તથા ઝવેરચંદ લોઢા તરફથી યાત્રિકોને ભાતું આપી ભક્તિ કરવામાં આવી હતી.
આજે ભાવનામાં પંજાબી સંગીતકાર ઘનશ્યામભાઈએ સંગીત દ્વારા સૌના દિલ ડોલાવી દીધા હતા. પંદરમે દિવસ–માહ વદિ ૬:
આજે ચિત્યાભિષેક વગેરેને કાર્યક્રમ હેવાથી યાત્રાળુઓ ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા, પણ ધુમ્મસ અને વરસાદના કારણે વિશેષ સંખ્યામાં લાભ લઈ શક્યા ન હતા. જેમણે ગિરિરાજ પર ચડવાની શરૂઆત કરી હતી, તેમને કેટલીક તકલીફ પડી હતી, આમ છતાં તેઓ સમયસર પહોંચી ગયા હતા.
ત્યારબાદ શુભ મુહુર્ત ચિત્યાભિષેકની ક્રિયા થઈ હતી. તેને લાભ બાબું નરેન્દ્ર સિંહજી સિંગીએ લીધો હતો. તે પછી અઢાર અભિષેક, ધ્વજદંડ પૂજન, કલશ પૂજન, ચૈત્ય પ્રતિષ્ઠા, વેદિકા પૂજન આદિ ક્રિયાઓ શાસનદેવની કૃપાથી સારી રીતે થઈ હતી. ક્રિયાકારક કુશલ હતા અને તેઓ દરેક કિયા ખૂબ શુદ્ધિપૂર્વક સેવલાસ કરાવતા હતા.
ગિરિરાજ ઉપરને વિધિ પૂર્ણ થયા બાદ મધુવન–મહત્સવ મંડપમાં બાકી રહેલ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા નિમિત્ત ઉછામણું બોલાવવામાં આવી હતી, પણ વરસાદને કારણે યાત્રાળુઓ વિશેષ લાભ લઈ શક્યા ન હતા.
આજે મધુવનમાં તેમ જ ગિરિરાજ ઉપર પ્રભુજીને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી અને બપોરે પૂજા તથા રાત્રે ભાવનાને કાર્યકમ રેજ મુજબ રખાયે હતો. સેળમો દિવસ-માહ વદિ :
આખા યે મહત્સવમાં આજ દિવસ અત્યંત પવિત્ર અને મહત્વનો હર. કેમકે ગિરિરાજ ઉપર મૂળનાયક આદિ ભગવે તેની પ્રતિષ્ઠા કરવાની હતી. આથી યાત્રિક વહેલી સવારથી તૈયાર થવા લાગ્યા હતા,
૧૨