________________
પ્રારંભમાં જુદા જુદા વકતાઓએ આ જીર્ણોદ્ધારની પ્રેરણું કરનાર પૂ. રજનશ્રીજી મહારાજને ભાવભરી શ્રદ્ધાંજલિ સમપી હતી, તથા જીર્ણોદ્ધાર સમિતિના સભ્ય શ્રી નરેન્દ્રસિંહજી સિંગી, શ્રી રાયચંદ ગુલાબચંદ, શ્રી પાનાચંદ મદ્રાસી તથા શ્રી ચંદુલાલ નાગરદાસ કેન્દ્રકટર વગેરેને તેમણે બજાવેલી સેવા માટે અભિનંદન આપ્યાં હતાં, તેમના કાર્યની અનુમોદના માટે વિશિષ્ટ પ્રતીકે આપ્યાં હતાં.
પ્રત્યુત્તરમાં શેઠ રાયચંદ ગુલાબચંદ અછારીવાળાએ જણાવ્યું હતું કે અહીં જે કંઈ કાર્ય થયું છે, તે શાસનદેવની કૃપા અને શ્રીસંઘના પુણ્ય પસાથે થયું છે, અમે તે કંઈ જ કર્યું નથી. છતાં આપે અમારા પ્રત્યે સદ્ભાવ બતાવીને અભિનંદન આપ્યાં છે, તે માટે અમે આપના આભારી છીએ. શક્ય પ્રયત્ન કરવા છતાં આપ બધાને કંઈ તકલીફ પડી હોય તે ઉદારદિલે ક્ષમા આપશે. શાસનહિતનાં કાચેમાં આપણે સહુ સંગઠિત રહીએ અને યથાશક્તિ ફરજ બજાવીએ, એ જ મારી આપ સહુને વિનંતિ છે.
ત્યારબાદ શ્રી નરેન્દ્રસિંહજી સિંગીએ જણાવ્યું હતું કે આ મહાન કાર્ય આપ બધા ભાઈઓને સુંદર સહકાર મળવાથી જ થઈ શકયું છે. વાસ્તવમાં કઈ પણ મહાન કાર્ય સમાજના સહકાર વિના થઈ શકતું નથી.
ખુશીની વાત છે કે આ કાર્યમાં અમને જોડનાર શ્રમણીકુલ વિભૂષણ વિદુષી સાથ્વી રંજનશ્રીજી મહારાજ તથા તેમના ગુરુવર્ય આચાર્યશ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજ આ પ્રસંગે હાજર રહ્યા છે અને મહોત્સવની નાની મોટી અનેક બાબતમાં તેમણે અમને સુંદર માર્ગદર્શન આપ્યું છે. એટલે આ મહોત્સવની સફલતાને ખરે ચશ તે તેમને ઘટે છે. આ સ્થળેથી હું આ બંને પૂજોને, તેમજ આ મહોત્સયને સાનિધ્ય આપનાર દરેક સાધુ–સાવીને અંત:કરણથી આભાર માનું છું અને તેમના પ્રત્યે મારી કૃતજ્ઞતા પ્રકટ કરું છું,
આ મહોત્સવમાં ભાગ લેનાર દરેક યાત્રાળુને બનતી સગવડ આપવા માટે અમે પ્રયત્ન કર્યો છે, છતાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય અને આપને અગવડ ભોગવવી પડી હેય તે ઉદાર હૃદયે ક્ષમા આપશો.
કેટલીક બાબતે એવી હોય છે કે જેને દેર આપણા હાથમાં હેત નથી. દાખલા તરીકે મહોત્સવ પુર બહારમાં ચાલી રહ્યો હતે, તે જ વખતે હવામાન પ્રતિકૂલ બન્યું અને વરસાદ જોરથી પડવા લાગ્યો. તેથી તંબૂઓમાં પાણી ભરાઈ ગયું અને આપને તકલીફ પડી, જે કે તેનું શક્ય નિવારણ કરવા માટે અમે સચિંત અને સક્રિય રહ્યા હતા, પણ રૂઠેલી કુદરત આગળ માનવીનું ગજું શું? આ પ્રસંગે આપે નોંધપાત્ર હિમ્મત અને ધર્યનું અવલંબન લીધું, તે માટે આપને મુબારકબાદી આપું છું.