________________
છેલા બે ત્રણ દિવસથી જતુ જોઈએ તેવી અનુકૂળ ન હતી. ખાસ કરીને ધુમ્મસ તથા વરસાદ પિતાનું જોર અજમાવી રહ્યા હતા. પરંતુ આજે એકાએક એ નડતર દર થઈ ગઈ હતી. વાદળાં વિખરાઈ ગયાં હતાં અને આકાશ સ્વચ્છ બની ગયું હતું. વળી સૂર્યનારાયણ સોળે કળાએ પ્રકાશવા લાગ્યા હતા. આથી યાત્રિકે પૂબ જ આનંદમાં આવીને ગિરિરાજ ચડવા લાગ્યા હતા અને જલમંદિરમાં મેટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
પૂજય આચાર્ય ભગવંત તથા ઉપાધ્યાય ભગવતે આદિ પધાર્યા બાદ શુભ મુહુર્ત 8 guથાÉ guથાઉં વાયરતાં વીરતા અને મંગલ ધ્વનિ ગાજતે થયે હતે. શબ્દશક્તિથી અમે પૂરા પરિચિત નથી, પણું એટલું જણાવીએ છીએ કે આ પવિત્ર દેવનિથી વાતાવરણ ઘણું વિશુદ્ધ બની ગયું હતું અને તેણે ઉપસ્થિત થયેલાં સ્ત્રી-પુરુષના અંતરમાં ભાવનાની ભભક ઠાંસીને ભરી દીધી હતી.
બાદ પ્રતિષ્ઠા વિધિ શરૂ થયેલ હતું અને મહામંત્રનાં ઉચ્ચારપૂર્વક કલકત્તાવાળા શેઠ અંદરજીભાઈ મોતીચંદના શુભ હસ્તે મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનને ગાદીનશીન કરવામાં આવ્યા હતા. એ વખતને ઉત્સાહ વર્ણવી શકાય એ ન હતા સહુ પ્રભુની અલબેલી સુરતને વારંવાર નિહાળી રહ્યા હતા અને ભવભવમાં તેનાં દર્શન થાય એવી ભાવના ભાવી રહ્યા હતા. શેઠ અંદરજીભાઈને, અંદરજીભાઈની ધર્મનિષ્ઠાને અમે શતશઃ ધન્યવાદ આપીએ છીએ કે જેમણે પિતાની લક્ષમીને આ સદ્વ્યય કર્યો અને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું.
ત્યાર પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનને શેઠ માણેકલાલ મનસુખલાલ અમદાવાદવાળાએ તથા શ્રીપદમપ્રભસ્વામીને શેઠ રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાળાએ ગાદીનશીન કરી અપૂર્વ લાભ મેળવ્યું હતું. તેમને પણ અમે વારંવાર અભિનંદન આપીએ છીએ.
ત્યાર પછી જલમંદિરના ગભારામાં અન્ય બિંબની તથા રંગમંડપમાં વીશ જિન. મિની પ્રતિષ્ઠા કરવામાં આવી.
પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ ત્યાં અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું. તેમાં દરેક પૂજાએ રૂપિચે અને શ્રીફળ મૂકવાનો આદેશ કેલ્હાપુરવાળા શેઠ હિંદુમલજી જિત મલજીવાળાએ લીધું હતું.
આજે શ્રીમદ્રાસ જૈન સ્પેશ્યલ ટ્રેઈનના યાત્રિકે તરફથી નવકારશીનું જમણ આપવા માં આવ્યું હતું.
આવતી કાલે ગિરિરાજ ઉપર જલમંદિરનું દ્વાર દુઘાટન હોવાથી મધુવનમહોત્સવ મંડપમાં તેની ઉછામણ બોલાવવામાં આવી હતી. સંગીતકાર ઘનશ્યામભાઈએ ભાવભર્યા ભક્તિરસથી ભરપુર ગીતગાન કરી યાત્રિકમાં અનેરો ઉત્સાહ વધાર્યો હતો, એટલે ઉછા