________________
આ કાર્ય માટે રૂ. દશલાખ મેળવવાના હતા, જે રકમ નાની તે ન જ કહેવાય પણ ધીમે ધીમે તેમાં પ્રગતિ થતી ગઈ અને તે રકમ મળી ગઈ. પણ હવે ખર્ચને અંદાજ પંદર લાખ પર પહોંચે હતો, એટલે નવા પાંચ લાખ રૂપિયા મેળવવાના હતા તે માટે પૂ. રંજનશ્રીજી મહારાજે અચળ શ્રદ્ધા રાખી કામ આદર્યું અને શાસનદેવની અદશ્ય સહાયે તેમાં સફળતા અપાવી.
ગિરિરાજ પરની ટૂંકમાં ચોગ્ય સમારકામ થયું એટલું જ નહિ, પણ જે જે વસ્તુ ભેગી કરવા જેવી લાગી તે પણ કરવામાં આવી અને તેણે સારાયે તીર્થની નક ફેરવી નાખી. જલમંદિર તે પાયામાંથી જ નવું બન્યું અને તેમાં આ ગિરિરાજ પર નિર્વાણ પામેલ વીશ તીર્થપતિઓ માટે વીશ કલામય ગોખલા થતાં તેની ભવ્યતામાં ઘણોજ વધારો થયે. એકલાં આ મંદિરની પાછળ જ રૂ. પાંચ લાખથી પણ અધિક ખર્ચ થ.
જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાને નિર્ણય થશે અને તે માટે તૈયારીઓ થવા લાગી. સમિતિના ઉત્સાહી સભ્યએ તે માટે તન-મન-ધનને સારે એ ભેગ આપે.
સં. ૨૦૧૭ ના માહ સુદ ૮ તા. ૨૪-૧-૬૧ મંગળવારથી મહોત્સવને પ્રારંભ થયો અને માહ વદિ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારે તેની પુર્ણાહુતિ થઈ કુલ સત્તર દિવસ ચાલેલા આ મહત્સવને પૂજ્ય આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ-મુનિઓનું સાનિધ્ય સારા પ્રમાણમાં પ્રાપ્ત થયું અને સાધ્વીઓની સંખ્યા પણ ખૂબ સારી રહી. ભારતના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા હજારે શ્રાવક-શ્રાવિકાએ તેમાં ભાગ લીધે અને તીર્થભક્તિ ગુરુભક્તિ, સંઘભક્તિ સારા પ્રમાણમાં કરી. ઉછામણીની રકમ એકંદર ઘણી સારી થઈ અને તેથી દેવદ્રવ્યમાં વૃદ્ધિ થવા પામી.
વચ્ચે બે ત્રણ દિવસ ધુમ્મસ તથા વરસાદની નડતર થઈ, પણ એ કેઈને હાથની વાત ન હતી. તેનાથી ઊભી થયેલી અગવડેને દૂર કરવા માટે સમિતિએ સબળ પ્રયાસ કર્યો હતો.
શ્રીમાન નરેન્દ્રસિંહજી સિંગી અને શેઠ રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાળાએ આ કાર્યમાં ઘણે જ રસ લીધું હતું અને મહોત્સવ દરમિયાન ખડા પગે હાજરી આપી હતી.
આ રીતે શ્રી સમેતશિખર મહાતીર્થના ઈતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું હતું, “અને તે ચિરસ્મરણીય બન્યું હતું.
સંપૂર્ણ.