________________
ઉજવણી કરવા માટે ઈન્દ્ર-ઈન્દ્રાણીની સ્થાપના કરવામાં આવી હતી. તેને આદેશ સમરથ બહેન લાલચંદભાઈ બાલાપુરવાળાએ લીધું હતું. તેમણે આ સમયે જે વેશપરિ. ધાને કર્યો હતો, તે સાક્ષાત ઈંદ્રાણી હેય એ ખ્યાલ આપતે હત
ચ્યવન કલ્યાણકનો વરઘોડો ગજરાજની હાજરીને લીધે ઘણે ભી ઉઠ્યો હતે અને તે પાર્શ્વનગરમાં ફરીને મહોત્સવના વિશાળ-ભવ્ય મંડપ આગળ ઉતર્યો હતે.
ત્યારબાદ હજાર યાત્રાળુઓની હાજરીમાં ચ્યવન કલ્યાણકની ઉજવણી શરૂ થઈ હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુને આત્મા દશમા દેવલોકમાંથી રચવીને ભરત ક્ષેત્રમાં વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં અવતરે છે. એ વખતે તેઓ શુભસૂચક મંગળમય ચૌદ સ્વપ્નનું દર્શન કરે છે. આ બધાં દશ્યો સુંદર રીતે બતાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંગીત વિશારદ ગજાનનભાઈએ સૂરીલાં સુંદર ગીતથી મંડપને ગજાવી મૂક્યો હતે.
અહીં એ પણ જણાવી દેવું જોઈએ કે વરઘોડાના પ્રસંગે આવતી કાલે ઉજવવામાં આવનાર જન્મકલ્યાણક સંબંધી ઉછામણી લાવવામાં આવી હતી. તેમાં ભગવંતના માતા પિતા બનવાને લાભ મુંબઈ—કેટનિવાસી શેઠ ગુલાબચંદ ફૂલચંદે લીધે હતો.
આજે સાદડીવાળા શેઠ નિહાલચંદ નથમલજી તરફથી યાત્રાળુઓને ભાતું આપી ભક્તિ કરવામાં આવી હતી.
પૂજા-આંગી-ભાવનાને કાર્યક્રમ નિત્ય મુજબ ઘણા ઉત્સાહથી થયે હતે. નવમે દિવસ-માહ વદિ ૧ઃ
મહત્સવને કાર્યક્રમ જેમ જેમ આગળ વધતું જતું હતું, તેમ તેમ તેની હાજરી વધી રહી હતી. અને તેમના ઉત્સાહમાં પણ ધપાત્ર ઉમેરે થઈ રહ્યો હતે. આજે તે સ્પેશ્યલ ટ્રેઈને દ્વારા હજારો નવીન યાત્રિકે આ મહોત્સવમાં ભાગ લેવાને આવી પહોંચ્યા હતા અને તેથી પાશ્વનગરની વસ્તીમાં ઘણો વધારે થઈ ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તે એ ખીચોખીચ ભરાઈ ગયું હતું.
ગઈ કાલે પ્રથમ કલ્યાણકની ઉજવણીમાં લેકેને ઘણે આનંદ આવ્યું હતું અને આજે બીજા કલ્યાણકની ઉજવણીમાં તેથી પણ વધારે આનંદ આવવાને સંભવ હતું, એટલે લેકે ઝડપથી તૈયાર થઈને મહોત્સવ મંડપ ભણી વળી રહ્યા હતા. ત્યાં આજના શુભ પ્રસંગની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ઈન્દ્ર. ઈન્દ્રાણી, છપ્પન દિ કુમારિકાઓ આદિ પિત પિતાને અનુકૂળ વેશભૂષા ધારણ કરીને તૈયાર થવા લાગ્યા હતા. સંગીતવિશારદ ગજાનનભાઈને આ વસ્તુને સારે અનુભવ હેઈને તેઓ આ કાર્યમાં ઘણા મદદગાર નીવડયા હતા.