________________
ઉજવણીની શરૂઆત ભગવંતના જન્મની વધામણીથી થઈ હતી. આ વધામણી શાહ ઈન્દરજીભાઈ મેતીચંદની પુત્રી..........એ ભગવાનના પિતા અર્થાત અશ્વસેન રાજા બનેલ શેઠ ગુલાબચંદ કુલચંદને આપી હતી.
ભગવાનને જન્મ થતાં જ છપ્પન દિકુમારીઓનું આગમન થયું હતું અને તેમણે જન્મ મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. કેવું હતું એ ભવ્ય દૃશ્ય !
પ્રથમ બધી કુમારિકાઓએ માતા વામાદેવીને વિનયપૂર્વક નમસ્કાર કરીને અંતરંગ હર્ષ પ્રકટ કર્યો હતો. સામાન્ય પુત્રને જન્મ પણ મનુષ્યને આનંદનું કારણ થાય છે, તે સમસ્ત વિશ્વના ઉદ્ધારક મહાન આત્માને જન્મ મનુજ-દેવ–અસુર સર્વને પરમ હર્ષનું કારણ કેમ ન થાય?
ત્યારબાદ એ કુમારિકાઓ એ પિતાના કલ્પ મુજબ આવશ્યક વિધિ કરવા માંડી. એ સમયનું દશ્ય પણ ઘણું જ ભવ્ય હતું. આઠ કુમારિકાઓએ સંવર્ત વાયુ વડે કચરાનું હરણ કરતી હોય એ અભિનય કર્યો હતે. પછી આઠ કુમારિકાઓએ ત્યાં ગોદકની વૃષ્ટિનાં પ્રતીક રૂપે સુગધી જળનાં છાંટણાં નાખ્યાં હતાં. બાદ આઠ કુમારિકાઓએ કલશમાં જલ ભર્યું હતું, આઠ કુમારિકાઓ હાથમાં દર્પણ લઈને લઈને ઊભી રહી હતી, આઠ કુમારિકાઓએ વામાદેવીને ચામર ઢાળ્યા હતા, આઠ કુમારિકાઓએ વામાદેવીને પંખા વડે પવન નાખ્યું હતું, ચાર કુમારિકાઓએ દીપક ગ્રહણ કર્યા હતા અને ચાર કુમારિ. કાએ રક્ષા કરતી ઊભી રહી હતી.
દરેક અભિનય અને ક્રિયા પ્રસંગે શ્રી ગજાનનભાઈનાં પ્રસ્તાચિત ગીત ગાન ચાલુ હતાં અને તેથી રસની ભારે જમાવટ થઈ હતી. જે અમે એમ કહીએ કે આજ સુધીમાં કયાંય ન જે હોય એ આ જન્મ મહોત્સવ હતું, તે પાઠકેએ તેમાં જરા પણ અત્યુક્તિ માનવી નહિ.
છપ્પન દિકકુમારિકાઓને મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્રભુજીની માતાને અને ભગવતને સુંદર અને સુશોભિત એવા ત્રણ કેલિગ્રહમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં નાન, અલંકાર આદિ સર્વ કાર્યોને વિધિ કરવામાં આવ્યા. ( દિકકુમારિકાઓનું કાર્ય પૂર્ણ થયા પછી ઈન્દ્રાદિ દેવેએ જન્માભિષેક ઉજવવાની તૈયારી કરી.
પ્રથમ હરિણગમેષી બનેલ સુખલાલ સનલાલ બાલાપુરવાળાએ સુષા ઘટ વગાડ્યો. તેને નાદ પહાડની સાથે અથડાવવાથી યાત્રાળુઓને વિશેષ આનંદ આપનાર નીવડ્યો. પછી હરિણગમેલી દેવે સર્વ દેવને ભાગવતનાં મહોત્સવમાં પધારવાની વિનંતિ કરી. એટલે ઈન્દ્ર અને દેવેની વેશભૂષા ધારણ કરીને સજજ બનેલા અનેક મહાનુભાવો તથા ચતુર્વિધ સંઘ જન્મકલ્યાણકના વરઘોડામાં જોડાયા. આ વરઘોડો ઈન્દ્રવજ,