________________
ઠીક યાદ છે કે મુનિશ્રીએ વિસ્તારથી એ પદ ગાયેલું અને સમજાવેલું. દેહભિન્ન આત્માને ઓળખાવવાને અને “વિલોકન-વટ”માં –દષ્ટાભાવમાં–જગાવવાને તત્વ વિષય મુનિશ્રીએ સાંગોપાંગ અંતરમાં ઉતરમાં ઉતારી દીધેલોઃ માત્ર મારા જ નહીં, સૌ શ્રોતાઓમાં! સોને તેઓ ઢંઢોળીને તન-મઠમાંથી, દેહભાવમાંથી-વિભાવમાંથી તનઊઠાડી રહ્યા હતા અને “વિલોકન-ઘટ”માં જગાડી રહ્યા હતા, સ્વભાવમાં વસાવી રહ્યા હતા !!
આવા “જાગરણ” (અંતર–ઘટના “જાગરણ”) નો અવસર ફરી ફરી નહીં આવે, એમ ઠસાલ અને “વર્તમાન”ની પળને પકડી લેવાનું કહેતા તેમને તત્ત્વ-વિષય આગળ વધી રહ્યો હતો. તેમણે મહાવીરવાણીની એક ગાથ ગાઈ (કદાચ “ઉત્તરાધ્યયન સૂવમાની –
चत्तारि परमं गाणि दुल्हगिह जंतुणो ।
आणुसत्त, सुइ, सद्धा, संजमम्मि अवीरियं ॥ (મનુષ્યપણું, શાશ્રવણ, શ્રધ્ધા અને સંયમમાં પુરુષાર્થ-સત્ પુરુષાર્થ -આ ચાર દુર્લભ અંગે છે) અને આ ગાથાનું વિવેચન કરતાં કરતાં આનંદધનનું બીજું પદ તેમના શ્રીમુખેથી પ્રસ્કૂતિ થઈ રહ્યું -
“અવસર પર નહીં આવે, ज्यु जाने त्यु कर ले भलाई,
जनम जनम सुख पामे-अवसर।" અને આ પર પૂરું કરીને તરત જ તેમણે આ જ વિચારશૃંખલાનું, હૂબહૂ બંધ બેસતું, બીજુ પદ ઉપાડથું શ્રીમદ્ રાજચંદ્રજીનું. તેઓ વધુ ગળગળા થઈ, ભાવવાહી સ્વરે ગાઈ રહ્યા હતા–
અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈ શું બાઘાંતર નિગ્રંથ ,
વિષય-ખજવાળની મીઠાશે જીવ રતન ચિતામણિ
તુલ્ય નહિ હારી જાય છે,