________________
કનિ-દીઈ વિહાર ઘણા ઉમંગથી કર્યો અને સાથે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ પણ ચાલુ રાખી. તેમની આ ભવ્ય તિતીક્ષા અને તપવૃત્તિને કેણ શ્રદ્ધાંજલિ નહિ સમર્પે ?
વસંત ઋતુમાં ગિરિરાજની આસપાસને પ્રદેશ અત્યંત રમણીય બની જાય છે એ રમણીય પ્રદેશને વટાવી પૂ. રંજનશ્રીજી મહારાજ તેમના સાથ્વી સમુદાય સાથે ચૈત્રસુદિ ૧૪ ના દિવસે મધુવનમાં પધાર્યા અને ત્યાંનાં ભવ્ય જિનાલનાં દર્શન કરીને કૃતાર્થ થયા. જેની ચિરકાલથી પિપાસા હતી, તે વસ્તુ હવે સન્મુખ આવી ગઈ હતી, નજર સામે ખડી હતી, એટલે હૈયામાં હર્ષની હેલી આવે એમાં આશ્ચર્ય શું?
પૂર્ણિમાને પ્રાત:કાળ થતાં ગિરિરાજ પર આરહણું શરૂ કર્યું. એ વખતે દિશાઓ સ્વચ્છ હતી, વાયુ મંદ મંદ વહી રહ્યું હતું અને વિહંગગણે મંગલ ગાન આરંભી દીધાં હતાં. વનવૃક્ષાએ જાણે ન જ પોષાક ધારણ કર્યો હતો અને તેઓ આ નૂતન યાત્રિકનું ભાવભર્યું સ્વાગત કરવા માટે પિતાની શાખારૂપી ભુજાઓને નીચી નમાવી રહ્યાં હતાં આ પવિત્ર પાદભૂમિને સ્પર્શ સંયમસાધિકાઓનાં હદયમાં અજબ ઉલલાસ પ્રેરી રહ્યો હતું અને આજે જીવનને એક અતિ ધન્ય દિવસ છે, તેની યાદ આપી રહ્યો હતે. એક સંતકવિ કહે છે કે “જે આત્મા મનુષ્ય જન્મ પામે તેને ધન્ય છે, આર્યકુલ પામે તેને ધન્ય છે, જૈનધર્મ પામે તેને ધન્ય છે અને આ ગિરિરાજની યાત્રા પામે તેને પણું ધન્ય છે. વળી અમે આ ગિરિરાજ પર રહેનારાં પશુ-પક્ષીઓને પણ ધન્ય માનીએ છીએ, કારણ કે તેઓ પણ આ પુણ્યભૂમિના પ્રભાવથી અવશ્ય સદગતિ પામવાના.
પૂરંજનશ્રીજી મહારાજ તથા તેમની સાથેના સાથ્વી સમુદાયને આ તીર્થની યાત્રાથી અનહદ આનંદ થયે, પણ એ જ વખતે અહીંના સ્તૂપ, અહીંની દહેરીએ તથા જલ-મંદિરની તૂટેલી-ફૂટેલી તથા જીર્ણ અવસ્થા જેઈને હૈયું હચમચી ગયું. આવા મહાતીર્થની આ દશા ? ભાવિકે કેટકેટલે દૂરથી આ મહાતીર્થની યાત્રા કરવા આવે છે, તેમને આ દશ્ય જોઈને કેવું થતું હશે ? સમજીએ સમજી શકે કે કાલની ગતિ કરાલ છે અને તે ગમે તેવા સુંદર–સોહામણાં સ્થાને પણ નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે, પણ બધા આવું ક્યાંથી સમજે? તેમને તે જરૂર નિરાશા થાય અને આંખમાં અશ્રનાં બિંદુઓ પણ આવી જાય. જ્યાં વીશ વીશ જિનપતિઓ નિર્વાણ પામ્યા છે, જ્યાં અનંત આત્માઓએ સિદ્ધિગતિની પ્રાપ્તિ કરેલી છે, તે સ્થાનની રેનક તે અનેરી જ હેવી જોઈએ.
વિચારે ઘણાને આવે છે, લાગણી પણ ઘણાને થાય છે, પણ તેનું સંવેદન આત્માને સ્પર્શતું નથી, એટલે તેને વેગ ડા સમયમાં જ શમી જાય છે અને નવી ઈષ્ટ પરિસ્થિતિ નિર્માણ થતી નથી. જે એ સંવેદન આત્માને સ્પર્શી જાય તે તેનું
* શ્રી સૌભાગ્યવિજ્યજીએ સ્વરચિત તીર્થમાળામાં તેનું સુંદર વર્ણન કરેલું છે.